ઈકોનોમી

ઈન્ડેક્સ સેન્સેક્સ 238 પોઈન્ટના વધારા સાથે 81926 ના સ્તર પર ખુલ્યો. જ્યારે NSEનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 69 પોઈન્ટ વધીને 25084 પર ખુલવામાં સફળ રહ્યો છે.

સારા વૈશ્વિક સંકેતો વચ્ચે BSEનો 30 શેરનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 238 પોઈન્ટના વધારા સાથે 81926 ના સ્તર પર ખુલ્યો

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં શેરબજારે તેના પાંચ દિવસના લાંબા ઘટાડા પર આજે બ્રેક લગાવી છે. સારા વૈશ્વિક સંકેતો વચ્ચે BSEનો 30 શેરનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 238 પોઈન્ટના વધારા સાથે 81926 ના સ્તર પર ખુલ્યો. જ્યારે NSEનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 69 પોઈન્ટ વધીને 25084 પર ખુલવામાં સફળ રહ્યો છે.

સ્થાનિક શેરબજારમાં સતત 5 સત્રોથી ચાલી રહેલ ઘટાડાનો ટ્રેન્ડ આજે અટકી શકે છે. કારણ કે વૈશ્વિક સંકેતો કંઈક આવું જ સંકેત આપી રહ્યા છે. આજે સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવાર અને 7 ઓક્ટોબરે એશિયન બજારોમાં મિશ્ર કારોબાર થયો હતો જ્યારે શુક્રવારે અમેરિકન શેરબજારો મજબૂત ઉછાળા સાથે બંધ થયા હતા. ગિફ્ટ નિફાઈએ પણ સારા સંકેત આપ્યા છે.

યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા યુએસ જોબ્સના ડેટા પછી નવેમ્બરમાં 50 બીપીએસના બદલે માત્ર 25 બીપીએસનો ઘટાડો કરવાની બજારની અપેક્ષાઓ ટોચ પર છે. CMEના FedWatch ટૂલ અનુસાર વેપારીઓ હવે ક્વાર્ટર-પોઇન્ટ રેટ કટની 95 ટકા તકની અપેક્ષા રાખે છે જે ગયા સપ્તાહના મધ્યમાં 65 ટકાથી વધીને અને 5 ટકા નો કટની શક્યતા છે.

આ પહેલા શુક્રવારે ભારતીય શેરબજારના સૂચકાંકો લગભગ એક ટકાના ઘટાડા સાથે સતત પાંચમા સત્રમાં ખોટ કરીને બંધ થયા હતા. સેન્સેક્સ 808.65 પોઈન્ટ્સ અથવા 0.98 ટકાના ઘટાડા સાથે 81,688.45 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 235.50 પોઈન્ટ્સ અથવા 0.93 ટકાના ઘટાડા સાથે 25,014.60 પર બંધ થયો હતો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button