વેચાણ ભાવમાં ખેડુતોને માત્ર ત્રીજા ભાગનો હિસ્સો મળે બાકીનો નફો દલાલ તથા હોલસેલ – રીટેઈલ વેપારી આંચકી જાય છે ,
રિઝર્વ બેન્કના રિસર્ચ પેપરમાં દર્શાવાયા પ્રમારે ટમેટા, ડુંગળી અને બટેટામાં હવામાન મોટો ભાગ ભજવતુ હોવાથી વર્ષમાં બે વખત ગ્રાહકોમાં ઉહાપોહ સર્જાય છે

દેશમાં ફૂગાવો કાબુમાં હોવાના દાવા કરીને ખાદ્યચીજોના ઉંચા ભાવ મામલે ઉહાપોહ યથાવત જ છે. જયારે રિઝર્વ બેન્કનાં રીપોર્ટમાં એવો ઘટસ્ફોટ થયો છે કે વચેટીયાઓને કારણે ખાદ્યચીજો મોંઘી રહે છે.રીટેઈલ માર્કેટમાં શાકભાજી અને ફ્રુટ જે ભાવે વેંચાય છે તેના ત્રીજા ભાગનો ભાવ છે ખેડુતોને મળે છે.
બાકીનો બે તૃતિયાંશ ભાવ હોલસેલર તથા રીટેઈલરો જ ઓળવી જાય છે ડેરી જેવા ક્ષેત્રોમાં 70 ટકા ભાવ ખેડૂતોને મળે છે તેનાથી તદન વિપરીત હાલત ફ્રુટ અને શાકભાજીમાં છે.
રિઝર્વ બેન્કના રિસર્ચ પેપરમાં દર્શાવાયા પ્રમારે ટમેટા, ડુંગળી અને બટેટામાં હવામાન મોટો ભાગ ભજવતુ હોવાથી વર્ષમાં બે વખત ગ્રાહકોમાં ઉહાપોહ સર્જાય છે આમા પણ ખેડુતોને કોઈ ફાયદો થતો નથી ટમેટાનાં રીટેઈલ વેચાણ ભાવમાં ખેડુતને માત્ર 33 ટકા, ડુંગળીમાં 36 ટકા તથા બટેટામાં 37 ટકા મળે છે આજ રીતે કેળામાં ખેડુતોને 31 ટકા, દ્રાક્ષમાં 35 ટકા તથા કેરીમાં 43 ટકા મળે છે.
નિકાસ ક્ષેત્રે કેરીની માત્રા વધી રહી છે.જયારે દ્રાક્ષનું પ્રમાણ ઘટી રહ્યું છે. રીપોર્ટમાં એમ કહેવાયું છે કે, ખેડૂત માલ વેચે ત્યારે હરરાજીમાં તે લેનાર વેપાર 16 થી 26 ટકાથી કમાણી કરે છે.ત્યારબાદ જથ્થાબંધ વેપારી 16 થી 25 ટકા નફો મેળવે છે અને છેવટે રીટેઈલ વેપારી 13 થી 30 ટકા સુધીનો નફો કરે છે.
રિઝર્વ બેન્કનાં રીપોર્ટમાં ભાવ વધારાની આગોતરી આગાહી તથા પ્રવર્તમાન બિઝનેસ સીસ્ટમ સુધારવા માટે પણ અનેક ભલામણ કરવામાં આવી છે. ખાનગી મંડીને પ્રોત્સાહન આપવા, ઓનલાઈન સીસ્ટમ વિસ્તારવા, સહકારી જુથ મંડળીને પ્રોત્સાહન તથા વાયદા શરૂ કરવા સુચવ્યુ છે.
આ સિવાય કોલ્ડ-સ્ટોરેજ સોલાર પાવર આધારીત સ્ટોરેજ સુવિધા, પ્રોસેસીંગ કેપેસીટી વધારવા સહીતની ભલામણો છે. ઉત્પાદન વદારા માટે નવી વેરાઈટી વિકસાવવા પણ સુચવ્યુ છે.