ગુજરાત

જૂનાગઢનાં આંગણે મોંઘેરા મહેમાન બનેલા મહંત સ્વામી મહારાજ સાથે આજની સોનેરી સાંજે સભાના પ્રારંભે શહેર સાંસ્કૃતિક દિન’ યોજાયો હતો ,

જૂનાગઢનાં આંગણે મોંઘેરા મહેમાન બનેલા મહંત સ્વામી મહારાજ સાથે આજે અક્ષર મંદિર ખાતે સભા સ્થળે તેમની પ્રાતઃ પૂજા બાદ તેમનાં આપેલાં સૂત્ર ‘ગુણાતીત ભાવે થવું અને બધાને ગુણાતીત ભાવે રંગવા’ વિષેનો ગૂઢાર્થ, સંતોએ પૂછેલા પ્રશ્નોના જવાબમાં સમજાવ્યો હતો.

આજની સોનેરી સાંજે સભાના પ્રારંભે પ્રખ્યાત વક્તા અને લેખક પૂજ્ય આદર્શ જીવન સ્વામીએ ‘જુનાગઢ અને સ્વામિનારાયણ સંપ્રદાય’ વિષય પર માહિતીપ્રદ વક્તવ્ય આપ્યું હતું.

આજની સભામાં ‘શહેર સાંસ્કૃતિક દિન’ યોજાયો હતો.જેનો બીજ વિચાર ‘ ગિરનાર ડોલે ગિરનાર બોલે ’ રહ્યો હતો. પ્રાચીન પુરાણ કાળથી સોરઠની ધીંગી ધરતી પર ચિરંજીવી જોગીની જેમ ધૂણી ધખાવીને બેઠેલો ગિરનાર , અનેક દેવ દેવીઓના સત્ અને ચરિત્રોનો ,ઋષિમુનિઓનાં તપનો સાક્ષી છે. બી.એ.પી.એસના બાળ-યુવકો હરિભક્તો દ્વારા સભા મંચ પર એવી સુંદર પ્રસ્તુતિ રજૂ થઈ હતી કે તે જ ગઢ ગિરનાર આજથી સવા બસ્સો વર્ષ પૂર્વે પ્રગટેલા શ્રીસ્વામિનારાયણ ભગવાન જૂનાગઢ પધારેલા ત્યારે જૂનાગઢના નવાબ સહિત જૂનાગઢની પ્રજાએ તેમને આવકારીને તેમની હાથી પર બેસાડીને નગરયાત્રા કાઢી હતી તેનો પણ સાક્ષી રહ્યો છે ,

 

મંચ ઉપર પણ કૃત્રિમ હાથી ઉપર બિરાજેલ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ તથા ભક્તોના નાચ ગાન કરતા સંઘ દ્વારા શ્રીસ્વામિનારાયણ ભગવાનની શોભાયાત્રાની સુંદર પ્રસ્તુતિ થઈ હતી. અને ત્યારબાદ જૂનાગઢ શહેરમાં સ્વામિનારાયણ ભગવાનની ગુરુ પરંપરામાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી , ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ તથા સાંપ્રતકાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રસંગોની આંખ્યો દેખી ગાથાનો ઇતિહાસ ગિરનાર પરિવેશમાં યુવક અને અન્ય યુવા-બાળકોના સંવાદ અને સુંદર નૃત્ય દ્વારા કરાઈ હતી.પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પ્રશ્ન દ્વારા તેમના ગુરુ યોગીજી મહારાજની જુનાગઢ ખાતેની સ્મૃતિઓ પણ તાજી કરાઈ હતી. અંત ભાગમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને હારતોરાથી વધાવીને ઠાકોરજીની આરતી ઉતારાઈ હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button