સભ્યો બનાવવામાં ભાજપનાં નેતાઓ ભારે દબાણ હેઠળ હોવાના ચિત્ર પાર્ટી ‘બેસતી’ જાય છે તેથી હવે રીપોર્ટ માગ્યો હોવાનો વિશ્વકર્માનો મત
લક્ષ્યાંક મુજબ સભ્ય બનાવવામાં પાછળ રહેલા કેબીનેટ મંત્રીએ કહ્યું 90000 મત મળ્યા પછી 50-60 ટકા જ સભ્યો થયા છે! બધી વિધાનસભામાં આ હાલત છે

ગુજરાતમાં ભાજપના સદસ્યતા અભિયાનમાં રાજયમાંથી 2 કરોડ નવા સભ્યો બનાવવાની ઝુંબેશમાં એક તરફ રાજકોટ શહેરનાં બે ધારાસભ્યો કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા અને રાજકોટ- 38 ના ધારાસભ્ય ઉદય કાનગડે લક્ષ્યાંક કરતાં પણ વધુ સભ્યોની નોંધણી કરીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યુ છે.
તો બીજી તરફ રાજયના અનેક સીનીયર મંત્રીઓ તેમના ટાર્ગેટને હાંસલ કરવામાં હાફી રહ્યા હોવાના અહેવાલો છે અને સભ્ય બનાવવા પડતા શ્રમથી અનેક મંત્રીઓ હવે જે થાય તે તેમ કહીને હાથ ઉંચા કરી રહ્યા હોવાના અહેવાલ છે. તે વચ્ચે હાલમાં જ બે સીનીયર મંત્રી આરોગ્ય વિભાગ સંભાળતા શ્રી ઋષિકેશ પટેલ અને રાજયમંત્રી જગદીશ વિશ્વકર્માની વાતચીતનો ઓડીયો વિડીયો વાયરલ થયો છે.
કોઈ કાર્યક્રમમાં સાથે સાથે બેસેલા આ બન્ને મંત્રીઓ સામે માઈક પડયા હતા અને તેમાં એક માઈક ચાલૂ હતા તેમાં બન્નેની ખાનગી વાત કેદ થઈ છે અને તે વાયરલ થઈ છે જેમાં શ્રી વિશ્વકર્મા તેમના સાથ ઋષિકેશ પટેલને પૂછી રહ્યા છે કે તમોએ કેટલાં સભ્ય બનાવ્યા તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂછાવ્યુ છે આ સાંભળી પહેલા તો શ્રી પટેલ સ્તબ્ધ થઈ જાય છે પછી જવાબ વિચારતા હતા ત્યાં જ જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે, સાહેબે વિધાનસભા વાઈઝ રીપોર્ટ માગ્યો છે.
તમારા વોટર્સ કેટલા અને કેટલા ટકા થયા તે પુછાવ્યુ છે ક્ધફર્મ ન્યુઝ છે એકદમ તો ઋષિકેશ પટેલ કહે છે કે તેનાથી શુ સાબીત થશે. પણ વિશ્વકર્માએ પાર્ટી રીતે બીજી રીતે એનાલીસ કરે છે પાર્ટી બેસતી જાય છે અને તે રીતે થઈ રહી છે. ગઈકાલની પત્રકાર પરિષદમાં આ ઓડીયો-વિડીયો વાયરલ થયો છે.
શ્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, મારે 90000 મત મળ્યા છે અને 50-60 ટકા થયા છે જોકે મોટાભાગની વિધાનસભામાં 30.32 ટકા અને કેટલાક 40-50 ટકા નોંધાયા છે.
પછી ઋષિકેશ પટેલે કહ્યું કે જે થાય તે કાઢી મેલે તો કાઢી મેલે…..આમ કહીને તેઓએ સભ્ય લક્ષ્યાંક પુરો કરવાનું મુશ્કેલ હોય તે સ્પષ્ટ સંકેત આપી દીધો છે.
જોકે ગુજરાત ભાજપના મોટાભાગનાં ધારાસભ્યોની પણ હાલત છે તો રાષ્ટ્રીય કક્ષાએ પણ પક્ષને સભ્યો બતાવવા ખૂબ જ મુશ્કેલી પડી રહી હોય તેવુ સ્પષ્ટ ચિત્ર છે.