શેરબજારમાં એકધારી આક્રમક વેચવાલીથી મંદી : 4154 શેરોમાંથી માત્ર 547 જ ગ્રીન ઝોનમાં : માર્કેટ કેપ ઘટીને 452 લાખ કરોડ
શેરબજારમાં આજે શરૂઆત તેજીના ટોને થયા બાદ એકાએક વેચવાલીનો મારો શરૂ થઇ ગયો હતો અને માર્કેટ ધડામ કરતું મંદીમાં ધસી ગયું હતું. વિદેશી નાણા સંસ્થાઓની આક્રમણ વેચવાલીનો પ્રત્યઘાત ગણવામાં આવતો હતો. ઇઝરાયલ, લેબનાન, ઇરાન વચ્ચેના ટેન્શન અને યુધ્ધ વધુ ભીષણ બનવાના ભણકારાની અસર હતી.

મુંબઇ શેરબજારમાં કડાકાનો દૌર આગળ વધ્યો હોય તેમ આજે વધુ ગાબડા પડયા હતા. સેન્સેકસ, ઇન્ટ્રા ડે 9પ0થી વધુ ગગડયો હતો. ખાસ કરીને મીડકેપ, સ્મોલકેપના શેરોનો ભુકકો બોલી ગયો હતો. ઇન્વેસ્ટરોની સંપતિમાં ચાર લાખનું ધોવાણ થઇ ગયું હતું.
શેરબજારમાં આજે શરૂઆત તેજીના ટોને થયા બાદ એકાએક વેચવાલીનો મારો શરૂ થઇ ગયો હતો અને માર્કેટ ધડામ કરતું મંદીમાં ધસી ગયું હતું. વિદેશી નાણા સંસ્થાઓની આક્રમણ વેચવાલીનો પ્રત્યઘાત ગણવામાં આવતો હતો. ઇઝરાયલ, લેબનાન, ઇરાન વચ્ચેના ટેન્શન અને યુધ્ધ વધુ ભીષણ બનવાના ભણકારાની અસર હતી.
જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે લાંબા વખત સુધી રેકોર્ડબ્રેક તેજીમાં રહેલા માર્કેટમાં કરેકશન અપેક્ષીત ગણવામાં આવતું હતું હવે ભૌગોલિક ટેન્શનના ગભરાહટને આગળ ધરીને માર્કેટ મંદીમાં નીચે ઉતરી રહ્યું છે. યુધ્ધની સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી માહોલ અનિશ્ચિતતાભર્યો જ બની રહેવાનું માનવામાં આવી રહ્યું છે.
શેરબજારમાં આજે મોટા ભાગના શેરોમાં ગાબડા પડયા હતા. એકસીસ બેંક, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ડુસ ઇન. બેંક, કોટક બેંક, લાર્સન, મારૂતિ, એનટીપીસી, પાવર ગ્રીડ, રિલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા સ્ટીલ સહિતના શેરોમાં ગાબડા હતા.
મંદી બજારે પણ આઇટીસી, મહિન્દ્રા, ભારતી એરટેલ, બજાજ ફાયનાન્સ જેવા કેટલાક શેરો મજબુત રહ્યા હતા. માર્કેટનો ટ્રેન્ડ નબળો જ હતો. 4154 શેરોમાંથી માત્ર 547માં સુધારો હતો જયારે 3480માં ગાબડા હતા.
મુંબઇ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેક્ષ 700 પોઇન્ટના ગાબડાથી 80985 સાંપડયો હતો જે ઉંચામાં 82137 તથા નીચામાં 80726 થયો હતો. નેશનલ એકસચેંજનો નિફટી 224 પોઇન્ટના ગાબડાથી 24790 હતો. જે ઉંચામાં 25143 તથા નીચામાં 24694 હતો. બીએસઇનું માર્કેટ કેપ ઘટીને 452 લાખ કરોડ થયું હતું