વડોદરા રેપ કેસને લઇ સફળતા મળી છે. ઘટનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા ,
વડોદરામાં થોડા દિવસ અગાઉ થયેલ રેપ કેસને લઇ લોકોમાં રોષ ફાટી નિકળ્યો છે. ત્યારે આ ઘટનાને લઇ પોલીસની સખત કામગીરીના કારણે પોલીસને દુષ્કર્મ કરનાર આરોપીઓ પકડવામાં સફળતા મળી હતી. આરોપીઓને કઇ રીતે પકડવામાં આવ્યા તે તમામ વિગતો કમિશ્નરે જણાવી હતી.

વડોદરાના પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારએ જણાવ્યું હતુ કે નવરાત્રિની રાત્રે ભાયલી ગ્રામ્ય નજીક થયેલ ઘટનાને લઇને ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં પોક્સો એક્ટના કલમ મુજબ ગુનો હાથ ધરવામાં આવ્યો હતો. આ બનાવમાં વિક્ટીમ વડોદરાની રહેવાસી છે. ત્યારે આ ઘટનાને લઇ વડોદરા પોલીસે આરોપીઓને શોધવાની કામગીરી હાથ ધરી હતી. વડોદરા શહેર પોલીસે ગ્રામ્ય પોલીસની મદદ માં જોડાઈ હતી.
ઘટનાના 48 કલાક પછી ગુનાના આરોપીઓને શોધવામાં સફળતા મળી હતી. સમગ્ર ઘટના ક્રમમે શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચના વિવિધ અધિકારી સાથે ટીમની રચના કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્થળ ઉપરથી કેટલાક એવિડન્સ, વિક્ટીમનું વર્ણન અને વિક્ટીમના મોબાઇલ ફોન પરથી થયેલ કોલના મદદથી સમગ્ર કેસનો ઉકેલ મેળવી શકાયો હતો. ગુનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે મોબાઇલની સીડીઆર અન્ય જાણકારી મેળવીને આરોપીઓ ક્યા ગયા તે, ઉપરાંત સમગ્ર ઘટના બાદ આરોપીઓ ક્યા ગયા તેની તપાસ કરીને આરોપીઓને ઓળખવાની કામગીરી કરી હતી.
45 કિલોમીટરના રૂટ પર 1100 CCTV કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. બાઇક, મોબાઇલ, વર્ણન અને ઘટના સ્થળ પરથી મળેલ એવીડન્સ પરથી ઘટનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ઉપરાંત આ ગુનામાં સંડોવાયેલ અન્ય બે જણાની ઓળખાણ મેળવી લેવાઇ છે. હાલ કસ્ટડીમાં મુના અબ્બાસ વણઝારા, મુમતાઝ વણઝારા, શાહરૂખ વણઝારા તમામ તાંદલજા (ઉત્તરપ્રદેશ)ના રહેવાસીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ 19 વર્ષ પહેલા વડોદરા આવ્યા હતા અને આ તમામ લોકો શહેરમાં મજૂરી કામ કરે છે. આ દિવસે તે લોકો ભાયલી ગામ પાસેથી નિકળ્યા હતા. તે દરમિયાન વિક્ટીમ અને તેમના સાથીને જોતા તે લોકોએ આ દુષ્કર્મ આચર્યું હતુ. આરોપીઓને પકડવામાં આધુનિક ટેકનિકલ નો ઉપયોગ કરવા માં આવ્યો છે. આ ઉપરાંત સઇફઅલી વણઝારા અને અજમલ સતાર વણઝારા બનાવ વખતે હાજર હોઇ તેમની પણ મોટરસાઇકલ સાથે પૂછપર માટે પકડવામાં આવેલ છે. જે તપાસ ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવશે.
વડોદરામાં પીડિતા તેના મિત્રને રાતે 11.30 વાગે મળવા ગઇ હતી. ત્યાર બન્ને સ્કૂટી પર ભાયલી પહોંચ્યાં હતા. આ સમય દરમિયાન રાતે 12 વાગ્યે બે બાઈક પર બેઠેલા પાંચ લોકોએ તેમને જોયા હતા અને આ વખતે પીડિતા અને તેના મિત્ર વચ્ચે કોઈક વાતે બોલાચાલી થઈ હતી અને બાઈક પર આવેલામાં પાંચમાંથી બે મિત્રોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એક યુવાને પીડિતાને પકડી રાખ્યો હતો અને બાકીના બે યુવતી સાથે દુષ્કર્મ આચરતાં રહ્યાં હતા.