બ્રેકીંગ ન્યુઝ

90 બેઠકો ધરાવતા હરિયાણામાં ઉલ્ટાપુલ્ટા જેવી સ્થિતિ મત ગણતરીમાં 70 બેઠકોમાં સરસાઇ મેળવ્યા બાદ ભાજપે જબરૂ જોર

કોંગ્રેસ 34 બેઠકો પર આગળ છે : મુખ્યમંત્રી સૈની પાછળ પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્ર હુડા મેરી ગો રાઉન્ડ જેવી સ્થિતિમાં : વિનેશ ફોગટ એ પ્રારંભિક પછડાટ બાદ લીડ મેળવી : કોંગ્રેસની છાવણીમાં ફટાકડા ફુટવા લાગ્યા હતા અચાનક જ સોપો : ભાજપને ભારે બહુમતીના સંદેશ

લોકસભા ચૂંટણી બાદ પ્રથમ વખત શાસક ભાજપ અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસના મુકાબલામાં હરિયાણા અને જમ્મુ કાશ્મીરની લોકસભા ચૂંટણીમાં આજે સવારે પરિણામોના પ્રારંભ સાથે હરિયાણામાં જબરી ઉલટપુલટ જોવા મળી હતી. જયારે જમ્મુ કાશ્મીરમાં ભાજપને નિરાશા સાપડે તેવા સંકેત છે.

હરિયાણામાં આજે મત ગણતરીના પ્રારંભે કોંગ્રેસ પક્ષે જબરી લીડ સર્જી દીધી હતી. 90 બેઠકોની વિધાનસભામાં કોંગ્રેસ એક તબકકે 70 બેઠકો પર સરસાઇ ધરાવે છે તેવા ટ્રેન્ડ મળ્યા બાદ અચાનક જ બાજી પલ્ટાઇ ગઇ હતી અને છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ભાજપ પ0 બેઠક પર અને કોંગ્રેસ 3પ બેઠકો પર આગળ છે.

આમ રાજયમાં સતત ત્રીજી વખત ભાજપે સત્તા માટે જબરી છલાંગ લગાવી છે અને કોંગ્રેસ પક્ષ કે જેના ચંદીગઢ ખાતેના કાર્યાલયમાં ફટાકડા પણ ફુટવા લાગ્યા હતા અચાનક સરસાઇનો ગ્રાફ સડસડાટ નીચે ઉતરવા લાગતા સોંપો પડી ગયો છે. ગત વિધાનસભામાં ભાજપને સત્તા માટે જનનાયક જનતા પાર્ટીનો સાથ લેવો પડયો હતો.

પરંતુ આ ચૂંટણીમાં તેને અત્યાર સુધીમાં 50 બેઠકો પર બહુમતી મેળવી છે. જોકે મુખ્યમંત્રી નાયબસિંહ સૈની લાડવા બેઠકથી પાછળ ચાલી રહ્યા હોવાના અહેવાલ છે. જયારે પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ભુપેન્દ્રસિંહ હુડા પણ તેમના પરંપરાગત મત વિસ્તારમાં પ્રારંભમાં આગળ રહ્યા બાદ ગઢી સાંપલા કિલોઇમાં ભાજપના ઉમેદવાર મંજુ હુડાથી પાછળ હોવાના અહેવાલ છે. પરંતુ પળે પળે બાજી બદલાઇ રહી છે.

ઓલિમ્પિક સેલીબ્રીટી વિનેશ ફોગાટ ઝુલાના બેઠક પર પ્રારંભમાં પાછળ રહ્યા બાદ આગળ થઇ ગયા છે જયારે ભાજપની ટીકીટ નહીં મળવાથી અપક્ષ લડી રહેલા દેશના સૌથી ધનિક મહિલા સાવિત્રી જિંદાલ હિસાર બેઠક પર આગળ ચાલે છે. જયારે ભાજપમાં મુખ્યમંત્રી પદના દાવેદાર અનિલ વીજ સતત લીડ બનાવી રહ્યા છે.

આમ છેલ્લા અહેવાલ મુજબ હરિયાણામાં હવે કોંગ્રેસે વિપક્ષના સ્થાનથી જ સંતોષ માનવો પડશે. જયારે બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં પ્રારંભથી જ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સને બઢત તેમજ બહુમતી મળી છે. 90 બેઠકોમાંથી કોંગ્રેસ અને એનસીપીને 47 બેઠકો ભાજપને ર8 અને પીડીપીને 4 તેમજ 9 બેઠકો પર અન્ય અન્ય અપક્ષ ઉમેદવારો આગળ છે.

ઉમર અબ્દુલ્લા બંને બેઠક પર આગળ છે. તો ભાજપના વરિષ્ઠ નેતા રવિન્દ્ર રૈના નવસેરા બેઠક પરથી પાછળ હોવાના અહેવાલ છે. મહેબુબા મુફતીના પુત્રી ઇન્તીજા મુફતી જે બીજબહેરા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે તેઓ પ્રારંભમાં એનસીપીના ઉમેદવારથી આગળ રહ્યા હતા.

જમ્મુ કાશ્મીરમાં આ રીતે કોંગ્રેસ અને એનસીપીનું જોડાણ સતા મેળવશે તે નિશ્ર્ચિત બની ગયું છે અને રાજયમાં ફરી એક વખત ઉમર અબ્દુલ્લા મુખ્યમંત્રી પદ સંભાળશે તેવા સંકેત છે. હરિયાણામાં જોકે આખરી ઘડી સુધી જબરી રસાકસી છે અને તેના કારણે ભાજપને સત્તા માટે આ સરસાઇ જાળવી રાખવી પડશે તે નિશ્ચિત છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button