ગુજરાત

સુરતના માંગરોળના મોટા બરસરા ગામે સામૂહિક દુષ્કર્મ ઘટના બની છે. જેમાં ત્રણ શખ્સોએ આવીને સગીરના મિત્રને માર મારી ભગાડી ગયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડૉગ સ્ક્વોડની મદદ લીધી છે

રાજ્યમાં હાલ નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે. મહિલાઓ અને યુવતીઓ મોડે સુધી ઘરની બહાર ગરબે રમવા નિકળે છે. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા મોડે સુધી ગરબે રમવાની છૂટ પણ આપવામાં આવી છે. ત્યારે ગત 15 દિવસમાં 8થી વધુ બળાત્કારની ઘટનાઓ સામે આવી છે. વડોદરાના ભાયલી ગામની યુવતી સાથે સામૂહિક દુષ્કર્મનો રોષ શમ્યો નથી, ત્યાં તો રાજ્યના ગૃહમંત્રીના વિસ્તારમાંથી સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના માંગરોળના મોટા બરસરા ગામે સામૂહિક દુષ્કર્મ ઘટના બની છે. જેમાં સગીરા પોતાના મિત્રને મળવા ગઇ હતી હતી ત્યારે અવાવરૂ જગ્યા પર ત્રણ શખ્સોએ આવીને સગીરના મિત્રને માર મારી ભગાડી ગયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. ત્યારબાદ આરોપીઓ દ્વારા સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડૉગ સ્ક્વોડની મદદ લીધી છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફંફોળવાનું શરૂ કરી દીધું છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button