દિપાવલી ભેટ મળી નહી: બેન્ક ધિરાણ મોંઘા જ રહેશે : 3 નવા સહીતની છ સભ્યોની મોનીટરી કમીટીની બેઠકમાં 5 – 1થી નિર્ણય : રેપોરેટ 6.5 જ રહેશે
વૈશ્વીક સહીતનાં કારણોથી ખાદ્ય ચીજોના ભાવ વધવાનો ભય: ફૂગાવો 4.1 થી 4.8 ટકા સુધી જઈ શકે: શકિતકાંતા દાસ
અમેરિકા અને યુરોપ ઉપરાંત ચીનની મધ્યસ્થ બેન્કોએ અર્થતંત્રને ‘કીક’ આપવા વ્યાજદરમાં ઘટાડો કર્યા બાદ ભારતમાં રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા ણ સતત પોલીસી બેઠકમાં વ્યાજદર યથાવત રાખ્યા બાદ હવે ‘સાહસ’ કરશે તે આશા નિષ્ફળ નીવડી છે.
નવા ત્રણ સભ્યો સાથે રીઝર્વ બેન્કની મોનીટરી કમીટીની બેઠકમાં પાંચ વિરૂદ્ધ 1 મતે વ્યાજદર (રેપોરેટ) વધુ એક વખત 6.5 ટકા યથાવત રાખવા નિર્ણય લીધો હતો. રીઝર્વ બેન્કનાં ગર્વનર શકિતકાંત દાસએ છેલ્લા બે દિવસથી મોનીટરી કમીટીની બેઠકમાં ચર્ચા બાદ આજે એક પત્રકાર પરિષદમાં ફુગાવાનું જોખમ હજુ યથાવત છે અને વૈશ્વિક પરિણામો પણ ચિંતા કરાવે છે તેવા કારણોથી હજુ રીઝર્વ બેન્ક થોભો અને રાહ જુઓની નીતી જાળવી રાખશે તેવુ જણાવ્યું હતું.
જોકે આરબીઆઈ ગવર્નર એ આ પ્રકારનાં નિર્ણયો માટે અગાઉ જે માપદંડો હતા તે યથાવત છે તેવો સંકેત આપીને કહ્યુ કે ઘરઆંગણે વિકાસની ગતિ જળવાઈ રહી છે અને ખાનગી રોકાણ તથા ખર્ચ બન્ને વધી રહ્યા છે અને રીઝર્વ બેન્કનો લક્ષ્યાંક ફૂગાવો 4 ટકા આસપાસ સ્થિર થાય તે જોવાનુ છે અને તેથી જ કમીટીએ હજુ ફુગાવાની સ્થિતિ પર નજર રાખવા નિર્ણય લીધા છે.
રીઝર્વ બેન્કની ચિંતા મધ્ય પૂર્વનાં યુદ્ધની છે જયાં એક મોટો ભડકો ક્રુડ તેલનાં ભાવ વધારો થાય છે સપ્લાય પર અસર કરી શકે છે અને રૂપિયાને પણ નબળો પાડી શકાય છે. સતત તરફ ઘરઆંગણે હરીયાણા વિજય બાદ મોટી સરકાર વધુ વિશ્વાસ ધરાવતી હશે અને મહારાષ્ટ્રમાં પણ હકારાત્મક પરીણામો હશે તેવા સંકેત પરથી રીઝર્વ બેન્ક દિપાવલી ભેટમાં વ્યાજદર ઘટાડે તેવી આશા હતી.
આરબીઆઈની રાહ જોયા વગર ખાનગી ક્ષેત્રની બેન્કો તેના બેઝીક વ્યાજ દર વધારી રહી છે જેથી ધિરાણ ખાસ કરીને પર્સનલ લોન ઓટો તથા ક્ધઝયુમર લોન મોંઘા જ રહેશે.
રીઝર્વ બેન્કને ફુગાવો 4.8 ટકા સુધી જવાનો ભય છે. અને 2025-26 માં પણ ફુગાવો ઉપર જ રહેશે તેવી ચિંતા છે ખાસ કરીને ખાનગી ફુગાવાનું દબાણ જોવા મળી રહ્યું છે અને હવે ખરીફ પાકનાં ઉત્પાદન રવિ પાક માટેની સાનુકુળ સ્થિતિ નિશ્ચિત થયા બાદ જ રીઝર્વ બેન્ક વ્યાજદર ઘટાડવા પર નિર્ણય લેશે.



