ગુજરાત

અક્ષર મંદિર ખાતે વિરાજમાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પ્રાતઃપૂજાનાં દર્શન આપ્યાં હતાં

વેરાવળ , તાલાળા ગીર , વિસાવદર, વગેરે ગ્રામ્ય વિસ્તારોના હરિભક્તો અક્ષરવાડીએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનાં સમીપ દર્શન માટે ઉમટ્યા.

અક્ષર મંદિર ખાતે વિરાજમાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પ્રાતઃપૂજાનાં દર્શન આપ્યાં હતાં. બી.એ.પી.એસ સંસ્થાના અન્ય સદગુરુ સંત અને પ્રમુખસ્વામી મહારાજના સદાય સહવાસી રહેલા પૂજ્ય વિવેક સાગર સ્વામી આજે પધાર્યા હતા. તેમણે દર્શનાર્થે ગ્રામ્ય વિસ્તારના પધારેલ સહુ હરિભક્તો વતી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પૂજા બાદ પુષ્પહારથી વધાવ્યા હતા અને બપોરે આ ગ્રામ્ય વિસ્તારોના હરિભક્તોની જ્ઞાન શિબિરમાં પણ તેમણે કથા વાર્તાનો લાભ આપ્યો હતો.

આજે સાંજે સભાના બદલે જે ગ્રામ્ય વિસ્તારોમાં પૂજ્ય અખંડ ચિંતન સ્વામી સત્સંગ પ્રવૃત્તિ સંભાળી રહ્યા છે તેવા જૂનાગઢ બી.એ.પી.એસ મંદિરના નેજા હેઠળ આવેલાં વેરાવળ, કેશોદ, તાલાળા ગીર, મેંદરડા, માળીયા (હાટીના) , વિસાવદર વગેરે આશરે ૬૦ જેટલાં ગ્રામ્ય વિસ્તારોના હરિભક્તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનાં સમીપ દર્શને ઉમટ્યા હતા.જે ગ્રામ્ય વિસ્તારોમાં પૂજ્ય અખંડ ચિંતન સ્વામી સત્સંગ પ્રવૃત્તિ સંભાળી રહ્યા છે.


મંદિરનાં કેમ્પસમાં આવેલ બી.એ.પી.એસ વિદ્યામંદિરનાં કેમ્પસથી લઈ મંદિર સુધીના રસ્તાઓની કોરે આ ભક્ત શ્રદ્ધાળુઓ બેસીને ગોઠવાઈ ગયા હતા. અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કાચના કેબિન વાળી ગોલ્ફ કાર્ટમાં ઠાકોરજી સાથે વિરાજમાન થઈને, હાથ જોડતા, સહુ સાથે આંખો મિલાવીને સ્નેહસભર સ્મિત સાથે દર્શન દાન દેતા દેતા ધીમે ધીમે પસાર થયા હતા. સમીપ દર્શનમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આ એક વિશેષતા રહી હતી કે કોઈપણ હરિભક્તોના દર્શન ચૂકી જવાય તો ગોલ્ફકાર્ટ રિવર્સ લેવડાવીને પુનઃદર્શન દ્રષ્ટિ કરતા સહુ ભક્તોને સંતોષ પમાડતા હતા. આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનાં દર્શનાર્થે શહેર -ગ્રામ્યના કેટલાંક અગ્રણી મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

News Click 24

Poll not found

Related Articles

Back to top button