પોલીસ ભરતી ને લઈ મોટા સમાચાર : શારીરિક પરીક્ષા 25 નવેમ્બરની આસપાસ શરૂ થઈ શકે છે
શરૂઆતમાં જેમણે psi તથા psi અને લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યા હશે તેમને શારીરિક કસોટીમાં બોલાવવામાં આવશે. આ માહિતી ને ધ્યાનમાં લઇ cce ની પરીક્ષા આપનાર ઉમેદવાર નિશ્ચિત થઈને તેમાં ધ્યાન આપે.

પોલીસ ભરતી ને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે.. પોલીસ ભરતીમાં શારીરિક પરીક્ષા 25 નવેમ્બરની આસપાસ શરૂ થઈ શકે છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને આ માહિતી આપી છે.
તેમણે ટવીટ કરીને લખ્યું છે કે પોલીસ ભરતીની શારીરિક કસોટી લગભગ 25 નવેમ્બર ની આજુબાજુ શરૂ થશે. શરૂઆતમાં જેમણે psi તથા psi અને લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યા હશે તેમને શારીરિક કસોટીમાં બોલાવવામાં આવશે. આ માહિતી ને ધ્યાનમાં લઇ cce ની પરીક્ષા આપનાર ઉમેદવાર નિશ્ચિત થઈને તેમાં ધ્યાન આપે.
અન્ય એક ટવીટમાં હસમુખ પટેલે લખ્યું છે કે CCE ની પરીક્ષા આપનાર ઉમેદવારો પણ પોલીસ ભરતીની શારીરિક કસોટીની તૈયારી ચાલુ રાખી શકે. વાંચનની વચ્ચે શારીરિક શ્રમ તેમને અભ્યાસમાં મદદ કરશે. શારીરિક શ્રમ મનને ઉર્જાવાન અને હકારાત્મક રાખે છે અને નિરાશા તથા ઉદાસી ની શક્યતા ઘટાડે છે.
પોલીસ ભરતી ની શારીરિક કસોટી લગભગ 25 નવેમ્બર ની આજુબાજુ શરૂ થશે. શરૂઆતમાં જેમણે psi તથા psi અને લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યા હશે તેમને શારીરિક કસોટીમાં બોલાવવામાં આવશે.
આ માહિતી ને ધ્યાનમાં લઇ cce ની પરીક્ષા આપનાર ઉમેદવાર નિશ્ચિત થઈને તેમાં ધ્યાન આપે.
CCE ની પરીક્ષા આપનાર ઉમેદવારો પણ પોલીસ ભરતીની શારીરિક કસોટી ની તૈયારી ચાલુ રાખી શકે. વાંચનની વચ્ચે શારીરિક શ્રમ તેમને અભ્યાસમાં મદદ કરશે. શારીરિક શ્રમ મનને ઉર્જાવાન અને હકારાત્મક રાખે છે અને નિરાશા તથા ઉદાસી ની શક્યતા ઘટાડે છે.