જાણવા જેવું

દેશનાં ટોચના ઔદ્યોગીક સમૂહ ટાટા ગ્રુપની હોલ્ડીંગ કંપની ટાટા ટ્રસ્ટનાં ચેરમેન પદે નોએલ ટાટાની વરણી કરવામાં આવી છે

મુંબઈમાં ટાટા ટ્રસ્ટની બેઠકમાં નિર્ણય: હાલ ટ્રેન્ટ - વોલ્ટાસ તથા ટાટા ગ્રુપના આંતર રાષ્ટ્રીય બિઝનેસની જવાબદારી સંભાળતા નેઓલ ટાટા હવે ગ્રુપના બે મુખ્ય ટ્રસ્ટના પણ વડા બનશે

દેશનાં ટોચના ઔદ્યોગીક સમૂહ ટાટા ગ્રુપની હોલ્ડીંગ કંપની ટાટા ટ્રસ્ટનાં ચેરમેન પદે નોએલ ટાટાની વરણી કરવામાં આવી છે. બુધવારે રાત્રીનાં માનદ અધ્યક્ષ અને ટ્રસ્ટના શ્રી રતન ટાટાનું નિધન થયા બાદ આ સ્થાન પર તેમના પિતરાઈ ભાઈ નોએલ ટાટાને જવાબદારી સુપ્રત થઈ છે.

સ્વ.રતન ટાટા અપરીણીત હતા ત્યારે તેના નાનાભાઈ જીમ્મી ટાટા પણ અપરીણીત છે અને તેઓ 25 વર્ષથી ગ્રુપના બીઝનેસથી દુર થયા છે અને અત્યંત સાદગીપૂર્ણ જીવન વિતાવે છે આજે ટાટા-હાઉસમાં મળેલી બેઠકમાં નોએલ ટાટાને સર્વાંનુમતે ટાટા ગ્રુપના વડા તરીકે નિયુકત કરવા નિર્ણય લેવાયો હતો.

નેઓલ ટાટા હાલ ટાટાગ્રુપની કંપની ટ્રેન્ટ અને વોલ્ટાસનાં ચેરમેન છે તેઓ સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટનાં ટ્રસ્ટી પણ છે અને રતન ટાટાનાં સીધા વારસદાર પણ ગણાય છે. તેઓ ટાટા ઈનવેસ્ટમેન્ટ અને ટાટા ઈન્ટરનેશનલનાં પણ વડા છે અને ટાટા સ્ટીલનાં બોર્ડમાં વાઈસ ચેરમેન છે.

ટાટા ટ્રસ્ટ એ ટાટા ગ્રુપની કંપનીઓની હોલ્ડીંગ કંપની છે.જેની પાસે ગ્રુપની કંપનીઓના 66 ટકા શેરો છે અને 13.8 લાખ કરોડના આ ટ્રસ્ટ દ્વારા જ ટાટા ગ્રુપનાં તમામ મહત્વના નિર્ણયો લેવાય છે આ સાથે નેઓલ ટાટા સર દોરાબજી ટાટા ટ્રસ્ટનાં 11 માં અને રતન ટાટા ટ્રસ્ટનાં છઠ્ઠા ચેરમેન બન્યા છે.

રતન ટાટાની ચિર વિદાય બાદ ગ્રુપના વડા તરીકે નિયુકત નોએલ ટાટા બ્રિટનની સસેકસ યુનિ.માં ગ્રેજયુએટ થયા છે તેઓએ ઈન્ટરનેશનલ એકઝીકયુટીવ પ્રોગ્રામ પણ પાસ કર્યા છે.

રતન ટાટાએ તેમના વારસદાર તરીકે કોઈનુ નામ આપ્યુ ન હતું જયારે રતન ટાટા ટ્રસ્ટનાં બીજા પત્નિનાં પુત્ર છે અને તેમનાં લગ્ન ટાટા સન્સનાં બીજા નંબરના સૌથી મોટા શેરહોલ્ડર પાલોનજી મીસ્ત્રીનાં પુત્રી આલુ મીસ્ત્રી સાથે થયા છે.

આ દંપતીને ત્રણ સંતાન છે જેના તાવલીહ ટાટા, માયા ટાટા અને નેવાઈલ ટાટા છે. જેમાં લીહ ટાટા પણ ગ્રુપનાં ચેરમેન બનવાની સ્પર્ધામાં હતા. તેણે સ્પેનમાં આઈઆઈ બીઝનેસ સ્કુલમાં અભ્યાસ કર્યા અને ગ્રુપનાં હોટેલ બિઝનેસને સંભાળે છે જયારે અન્ય બે સંતાનો પણ ગ્રુપની કંપનીઓ સાથે સંકળાયેલા છે

News Click 24

Poll not found

Related Articles

Back to top button