ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ વધુ એક વખત હેલમેટના નિયમોનું પાલન નહી કરાવવા બાબતે રાજ્ય સરકાર પરત્વે નારાજગી વ્યક્ત કરી ,
દંડ કે લાઇસન્સ સસ્પેન્ડ કરવાથી પણ માનતા નથી તેઓ કદાચ જાગૃત થાય અને પોતાને હવે હલમેટ પહેરવું જોઇએ તેવો ખ્યાલ આવશે. જો કે કોર્ટે આ બાબતથી સંતોષ વ્યક્ત કર્યો નહોતો. કોર્ટે કહ્યું હતું કે, પોલીસવાળા સ્થળ ઉપર પૈસા લઇ લે અને ચલણ જારી કરતા નથી.

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ વધુ એક વખત હેલમેટના નિયમોનું પાલન નહી કરાવવા બાબતે રાજ્ય સરકાર પરત્વે નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, એવી ટેકનોલોજી અપનાવો કે જો કોઇ ટુ વ્હીલર ચાલક હેલ્મેટ વગર પસાર થતો હોય અને ટ્રાફિક કેમેરામાં ઝડપાય તો સીધું જ દંડ માટનું ઇ ચલણ જારી થઇ જાય. આવા કેમેરા મુખ્ય ટ્રાફિક જંકશન ઉપર નહી પરંતુ તમામ સ્થળે હોવા જોઇએ.
ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ અને જસ્ટીસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠ દ્વારા અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા વિશે સુનાવણી કરી રહી હતી. તેમાં એડવોકેટ જનરલ તરફથી જણાવવામાં આવ્યું હતું કે લોકોને હેલમેટ પહેરવા માટે જાગૃત કરવા માટે રાજ્ય સરકારની તિજોરીમાંથી એક હજાર હેલમેટ ખરીદીને લોકોને આપવામાં આવ્યા છે.
આથી જે લોકો દંડ કે લાઇસન્સ સસ્પેન્ડ કરવાથી પણ માનતા નથી તેઓ કદાચ જાગૃત થાય અને પોતાને હવે હલમેટ પહેરવું જોઇએ તેવો ખ્યાલ આવશે. જો કે કોર્ટે આ બાબતથી સંતોષ વ્યક્ત કર્યો નહોતો. કોર્ટે કહ્યું હતું કે, પોલીસવાળા સ્થળ ઉપર પૈસા લઇ લે અને ચલણ જારી કરતા નથી.
અમારા એક સાથીદારના સંબંધી સાથે જ બનાવ બન્યો હતો કે તેઓ હેલમેટ વગર પકડાયા હતા અને તેઓને પૈસા લઇ લેવામાં આવ્યા હતા તેમજ ચલણ જારી કરાયું નહોતું. આથી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઇએ. કેમેરામાં ઝડપાય અને તરત જ ચલણ જારી થવું જોઇએ. ટ્રાફિક જંકશન ઉપર રેડ લાઇટ અને લેન વાયોલેશનમાં જેમ ચલણ નીકળે છે તેવી જ રીતે હેલ્મેટ બાબતે પણ થવું જોઇએ.
કોઇ હેલ્મેટ પહેરતુ નથી. જો રાજ્ય સરકાર હેલ્પ લેસ હોય તો અમે રસ્તા ઉપર જઇને આ કામ કરવાના નથી. આ બાબતમાં રાજ્ય સરકારની વિવશતા દેખાય છે. અખબારોમાં હેલમેટ પહેરવાના નિયમોનો અમલ કરવામાં આવશે તેવા અહેવાલો આવે છે પરંતુ હકીકતમાં તો કોઇ હેલ્મેટ પહેરવાની દરકાર લેતુ નથી. તેઓની જીંદગી બાબતનો સવાલ છે. રસ્તા બાબતે હાઇકોર્ટે કહ્યું હતું કે, તે રિપેર થવા જ જોઇએ.