ગુજરાત
દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં લો પ્રેશર સિસ્ટમના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી મુજબ 12થી 15 ઓક્ટોબર દરમિયાન જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં 2 ઈંચથી વધુ વરસાદની આગાહી

પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અડધાથી એક ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે. રાજકોટ જિલ્લામાં વરસાદની સંભાવના છે. કચ્છમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાંની શક્યતા છે. 12 ઓક્ટોબર સુધી મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે. વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે.
16-17 ઓક્ટોબરે દક્ષિણ ભારતના દરિયાઈ વિસ્તારમાં ડીપ ડિપ્રેશનની શક્યતા છે. અરબ સાગરમાં અનુકૂળ પરિસ્થિતિને કારણે તોફાન સર્જાવાની સંભાવના છે.
22 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમાં સિવિયર સાયક્લોનિક સ્ટોર્મની આગાહી, જેની અસર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ સ્વરૂપે જોવા મળી શકે ,
Poll not found