સંજય રાઉતે કહ્યું કે, આ સરકાર પછી મુંબઈમાં ગેંગ વોર અને અંડરવર્લ્ડની તાકાત વધી શકે છે. આ સરકારને અંડરવર્લ્ડનું પણ સમર્થન છે. ગુજરાતમાંથી અંડરવર્લ્ડ ચલાવવામાં આવી રહ્યું છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ’બાબા સિદ્દિકીની હત્યાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ અને દુ:ખદ છે. મુંબઈ પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. એક આરોપી યુપીનો અને બીજો હરિયાણાનો છે. જ્યારે ત્રીજો આરોપી ફરાર છે.

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને દિગ્ગજ એનસીપી નેતા અજિત પવાર બાબા સિદ્દીકી હત્યા મામલે કાયદા અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ સાથે જ રાજ્ય સરકાર આરોપીઓને કડક સજા આપવાની વાત કરી રહી છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેનાના નેતા સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા.
સંજય રાઉતે કહ્યું કે, ’મેં પહેલા પણ કહ્યું હતું કે આ સરકાર પછી મુંબઈમાં ગેંગ વોર અને અંડરવર્લ્ડની તાકાત વધી શકે છે. આ સરકારને અંડરવર્લ્ડનું પણ સમર્થન છે. ગુજરાતમાંથી અંડરવર્લ્ડ ચલાવવામાં આવી રહ્યું છે.
સંજય રાઉતે વધુમાં કહ્યું કે, ’ગુજરાતની સાબરમતી જેલમાં બંધ એક ગેંગસ્ટર બાબા સિદ્દિકીની હત્યાની જવાબદારી લે છે. સિદ્દીકી કોઈ સામાન્ય નેતા નથી. પોલીસ રક્ષણ હેઠળ આવી વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી.
કોણ લઈ રહ્યું છે એની જવાબદારી, એટીએસ ગુજરાતની કસ્ટડીમાં ગેંગસ્ટર. આ કેટલું ગંભીર છે? કેન્દ્રીય ગૃહમંત્રી કે જેઓ ગુજરાતના છે તેમના માટે પડકાર છે. અજિત પવારે અમિત શાહના રાજીનામાની માંગ કરવી જોઈએ.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ’બાબા સિદ્દિકીની હત્યાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ અને દુ:ખદ છે. મુંબઈ પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. એક આરોપી યુપીનો અને બીજો હરિયાણાનો છે. જ્યારે ત્રીજો આરોપી ફરાર છે.
ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. તેને બક્ષવામાં આવશે નહીં, પછી ભલે તે કોઈ પણ હોય, પછી તે બિશ્નોઈ ગેંગ હોય કે કોઈપણ અંડરવર્લ્ડ ગેંગ. કડક કાર્યવાહી કરવામાં આવશે. જેમને ધમકીઓ મળી રહી છે તેમની સુરક્ષા રાજ્ય સરકારની જવાબદારી છે અને તે તેની જવાબદારી નિભાવશે.