મોદી સરકારે ખેડૂતોની દિવાળીની ભેટ આપી છે, સરકારે રવિ પાકોની એમએસપીમાં વધારો કર્યો છે.
ઘઉંના પાક પર ક્વિન્ટલ દીઠ 150 રુપિયા અને સરસવના પાક પર ક્વિન્ટલ દીઠ 300 રુપિયાનો વધારો કરાયો છે. આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં એમએસપી વધારવાનો નિર્ણય લેવાયો છે.

મોદી સરકારે રવિ પાકોની એમએસપીમાં વધારો કરીને ખેડૂતોને દિવાળી ગિફ્ટ આપી છે તેમાં ઘઉંના પાક પર ક્વિન્ટલ દીઠ 150 રુપિયા અને સરસવના પાક પર ક્વિન્ટલ દીઠ 300 રુપિયાનો વધારો કરાયો છે. આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં એમએસપી વધારવાનો નિર્ણય લેવાયો છે.
સરકારે 2025-26 માટે રવિ પાક માટે નવી લઘુત્તમ સમર્થન કિંમત (MSP) નક્કી કરી છે. આ અંતર્ગત ઘઉંની MSP 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારીને 2,425 રૂપિયા કરવામાં આવી છે, જે અત્યાર સુધી 2,275 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. સરસવ પર એમએસપી 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ 5,650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધારીને 5,950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. એ જ રીતે, ચણાના MSPમાં 210 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેની નવી MSP 5,650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે, જે પહેલા 5440 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. આ સિવાય મસૂર પર એમએસપી 275 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ 6,425 રૂપિયાથી વધારીને 6,700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. સૂર્યમુખીના ભાવમાં 140 રૂપિયાનો વધારો થયો છે અને તે 5,800 રૂપિયાથી વધીને 5,940 રૂપિયા થયો છે.
મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં પણ 3 ટકાનો વધારો કર્યો છે. 3 ટકાના વધારા સાથે કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ 53 ટકા થયું છે.