ગુજરાત

ગુજરાત એસટી નિગમ અને રેલવે દ્વારા મુસાફરો સગવડતા માટે એકસ્ટ્રા બસો અને ટ્રેનોનું આયોજન ,

દિવાળીને જોતાં એસ ટી અને રેલવે વિભાગનો એકસ્ટ્રા નિર્ણય, 8340 ટ્રીપો બસની તો 6556 વિશેષ ટ્રેનો દોડશે

દિવાળીના તહેવારને લઈ ગુજરાત એસટી નિગમ અને રેલવે દ્વારા મુસાફરો સગવડતા માટે એકસ્ટ્રા બસો અને ટ્રેનોનું આયોજન કરાયું છે. વાસ્તવમાં દિવાળીના તહેવારને લઈ હજારોની સંખ્યામાં લોકો પોતાના વતનમાં જતાં હોય છે. આ તરફ મુસાફરોની સુવિધા માટે દર વર્ષે એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવે છે. આ વર્ષે પણ દિવાળી સમયે એસ ટી નિગમ એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે.

ગુજરાત એસટી નિગમ દ્વારા માદરે વતન જતા મુસાફરોને હાલાકી ન પડે અને સુવિધા મળે તે માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશ અને તેમાં પણ ખાસ કરીને ભાવનગર, અમરેલી, જુનાગઢ અને રાજકોટ જિલ્લાઓના રત્નકલાકારો સુરતમાં નોકરી/વ્યવસાય અર્થે સ્થાયી થયેલ લોકોને લઈને વિશેષ આયોજન કરાયું છે. દિવાળીના તહેવારમાં માદરે વતન તરફ પ્રવાસ કરતા સૌરાષ્ટ્રવાસીઓ તથા રાજ્યની અન્ય જનતા માટે સુરતથી ખાસ એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.

એસટી નિગમના સુરત વિભાગ દ્વારા 26 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી એકસ્ટ્રા બસ સંચાલનનું આયોજન કરાયું છે. આ સાથે સૌરાષ્ટ્ર તરફના રત્નકલાકારો, પંચમહાલ તરફના મુસાફરો, ઉત્તર ગુજરાતના મુસાફરો તથા મહારાષ્ટ્ર તરફના મુસાફરો માટે સુરત ખાતેથી વધારાની 2200 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વનું છે કે, નિગમના અન્ય વિભાગો દ્વારા પણ એકસ્ટ્રા સર્વિસોનું રાજ્યના વિવિધ રૂટો ઉપર સંચાલન હાથ ધરવામાં આવ્યુ છે.

દિવાળી એક્સ્ટ્રા સંચાલનના આયોજનને આજથી જ બહોળો પ્રતિસાદ મળવાનું શરૂ થયું છે. વિગતો મુજબ ગત માસ કરતાં હાલમાં થઈ રહેલ દૈનિક એડવાન્સ બુકિંગમાં 18% નો વધારો નોંધાયો છે. અત્યાર સુધીમાં સુરત ખાતેથી 194 બસોનું એડવાન્સ બુકિંગ થયુ છે. ચાલુ વર્ષના આયોજનમાં માત્ર સુરત ખાતેથી 2200 બસો, દક્ષિણ-મધ્ય ગુજરાતમાંથી 2900 બસો, સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 2150 બસો અને ઉત્તર ગુજરાતમાંથી 1090 જેટલી બસો મળી કુલ 8340 ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલનનું આયોજન કરાયું છે. આ આયોજન થકી અંદાજે 3.75 લાખ જેટલા મુસાફરોને બસની સેવાઓ પુરી પાડવાનું આયોજન છે.

આ તરફ ગુજરાત એસટીની સાથે-સાથે હવે તહેવારને લઈને રેલવે વિભાગે પણ મુસાફરોની સગવડતા માટે આયોજન કર્યું છે. વિગતો મુજબ વિવિધ સ્થળ માટે રેલવે 16 ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેન દોડાવશે. જેમાં પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનથી વિવિધ સ્થળો માટે ટ્રેનનું સંચાલન કરાશે. ભારતીય રેલ્વે 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર દરમિયાન દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા માટે આયોજન કર્યું છે. રેલવે મુસાફરોની સરળ મુસાફરીની સુવિધા માટે 6556 વિશેષ ટ્રેનો ચલાવી રહી છે.

નોંધનિય છે કે, તહેવારો દરમિયાન મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ટ્રેનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલ્વે 106 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો સાથે 2315 ટ્રીપ ચલાવી રહી છે. આ સાથે હવે 21 ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધી 16 સાપ્તાહિક વિશેષ ટ્રેનોની 57 ટ્રીપ ચલાવશે. અમદાવાદથી પટના, દરભંગા, દાનાપુર, બરૌની, કાનપુર સેન્ટ્રલ, આગ્રા કેન્ટ અને તિરુચિરાપલ્લી માટે, ગાંધીધામથી ભાગલપુર અને બાંદ્રા ટર્મિનસ માટે અને સાબરમતીથી પટના, સીતામઢી અને હરિદ્વાર માટે ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button