ઈકોનોમી

BSEની 30 કંપનીઓમાંથી 26 કંપનીઓના શેર લીલા નિશાનમાં ખુલ્યા હતા, જ્યારે બાકીની માત્ર 4 કંપનીઓના શેર લાલ નિશાનમાં ખુલ્યા હતા

ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું. BSE પર સેન્સેક્સ 128 પોઈન્ટના ઉછાળા સાથે 81,630.18 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી 0.02 ટકાના ઘટાડા સાથે 24,966.80 પર ખુલ્યો.

ગુરુવારે, BSEની 30 કંપનીઓમાંથી 26 કંપનીઓના શેર લીલા નિશાનમાં ખુલ્યા હતા, જ્યારે બાકીની માત્ર 4 કંપનીઓના શેર લાલ નિશાનમાં ખુલ્યા હતા. બીજી તરફ નિફ્ટી 50ની 50માંથી 27 કંપનીઓના શેર લીલા નિશાનમાં અને 23 કંપનીઓના શેર લાલ નિશાનમાં ખુલ્યા હતા. બજાર ખૂલતાંની સાથે હિન્દાલ્કો, ઇન્ફોસિસ, L&T, સન ફાર્મા અને વિપ્રો નિફ્ટી પર વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે બજાજ ઑટો, હીરો મોટોકોર્પ, M&M, આઈશર મોટર્સ અને મારુતિ સુઝુકી ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સેન્સેક્સ કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર સૌથી વધુ 1.13 ટકાના ઉછાળા સાથે ખુલ્યા. આ સિવાય સન ફાર્મા 0.95 ટકા, બજાજ ફિનસર્વ 0.93 ટકા, ટાટા મોટર્સ 0.91 ટકા, મારુતિ સુઝુકી 0.90 ટકા, નેસ્લે ઈન્ડિયા 0.82 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 0.82 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 0.81 ટકા, એચસીએલ ટેક 0.80 ટકા, ઇન્ડસઇન્ડ બેન્કના શેર 0.67 ટકાના વધારા સાથે ખુલ્યા.

સપ્તાહના ત્રીજા દિવસે રેડ ઝોનમાં ટ્રેડિંગ બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 330 પોઈન્ટના ઘટાડા સાથે 81,489.33 પર બંધ રહ્યો હતો. જયારે NSE પર નિફ્ટી 0.39 ટકાના ઘટાડા સાથે 24,958.75 પર બંધ થયો. નિફ્ટી પર ટ્રેડિંગ દરમિયાન, ABSL AMC, UTI AMC, RailTel Corp, નુવામા વેલ્થના શેર્સ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા.

કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ, કોચીન શિપયાર્ડ, ઓઈલ ઈન્ડિયા લિમિટેડ, બીએસઈના શેર ટોપ લૂઝરની યાદીમાં સામેલ હતા. ઓઇલ એન્ડ ગેસ, રિયલ્ટી, ટેલિકોમ સૂચકાંકો ગ્રીનમાં ટ્રેડ થયા હતા, જ્યારે ઓટો, આઇટી, ફાર્મા અને મીડિયા BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો 0.5 થી 1 ટકા ઘટ્યા હતા. નિફ્ટી બેન્ક, મેટલ સેક્ટર, મીડિયા, રિયલ્ટી અને ઓટો સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થયા. નિફ્ટી મીડિયા અને ઓટો સૂચકાંકો 1 ટકાથી વધુ ઘટ્યા હતા.

News Click 24

Poll not found

Related Articles

Back to top button