આટકોટ ડી. બીં. કન્યા છાત્રાલયની મહિલા રેક્ટર સાથે સામુહિક દુષ્કર્મ ઘટનામાં : પીડિતાએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે
ચાર માસ અગાઉ ભાજપના આગેવાન અને કલર કામના કોન્ટ્રાક્ટરે પ્રેમજાળમાં ફસાવી સંકુલમાં જ કોલેજિયન યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું.

રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે આવેલ ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે રેપનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ચાર માસ અગાઉ ભાજપના આગેવાન અને કલર કામના કોન્ટ્રાક્ટરે પ્રેમજાળમાં ફસાવી સંકુલમાં જ કોલેજિયન યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે સમગ્ર ઘટનાને લઇ માતૃશ્રી ડી.બી.પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના અરજણભાઈ રામાણી, પાંચવડા ગામના પૂર્વ સરપંચ મધુભા ટાઢાણી અને જિલ્લા પંચાયત સભ્યના પતિ અને આટકોટ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પરેશભાઈ રાદડિયા સામે પીડિતાએ આટકોટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવામાં આવી હતી.
ત્યારે આ ઘટનામાં છેલ્લા ઘણા દિવસોથી મુખ્ય આરોપી પરેશ રાદડિયા પોલીસ પકડથી દૂર ભાગી રહ્યો હતો. જે બાદ પોલીસે 15 દિવસ અગાઉ જ આટકોટ કન્યા છાત્રાલયનાં ટ્રસ્ટી પરેશ રાદડિયાની ધરપકડ કરી હતી. ત્યારે સમગ્ર ઘટનામાં દુષ્કર્મના આરોપી પરેશ રાદડિયાને 15 દિવસમાં ટ્રાયલ કોર્ટ જામીન આપી દીધી હતી. જેને લઇ પીડિતાએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આ ઘટનામાં ટ્રાયલ કોર્ટ દ્વારા પીડિતાને સાંભળ્યા વિના જામીન આપી દેવામાં આવ્યું હોવાની વાત પણ ચર્ચાઇ હતી.
પીડિતાનો આરોપ છે કે પરેશભાઈ રાદડિયાની પીડિતા પર પહેલેથી જ ખરાબ નજર હતી તેથી તેણે પીડિતાને કન્યા છાત્રાલયની રેક્ટર બનાવી હતી. ત્યાર બાદ મધુભાઈ ટાઢાણીએ છાત્રાલયમાં કલરનો કોન્ટ્રાક્ટ રાખેલો કલરના બહાને વારંવાર રૂમમાં તપાસ કરવા આવે અને બળજબરી કરતા મધુ ટાઢાણી અને પરેશ રાદડીયા બંને વારાફરતી બળજબરી પૂર્વક બળાત્કાર ગુજારતા હતા.
પરેશ રાદડિયા અને મધુ ટાઢાણીના ત્રાસથી પીડિતા સુરત રહેવા જતી રહી હતી પણ મધુ ટાઢાણી ત્યાં પાછળ ગયેલ અને મારઝૂડ કરીને તેને બળજબરીથી ગાડીમાં પાછી લઈ આવ્યો હતો.
પીડિતાની જ્યારે સગાઈની તૈયારી કરાઈ ત્યારે મધુ ટાઢાણીએ તેની ધમકી આપી હતી કે તારે મારી સાથે રહેવાનું છે આના પર પીડિતાએ કહ્યું હતું કે તમે પરિણીત છો શા માટે મારી જિંદગી બગાડો છો. આ પછી પરીવારના સભ્યો ડરી ગયા અને ન્યાય માટે પ્રથમ છાત્રાલય ના ટ્રસ્ટીઓ પાસે ગયા પરંતુ તેને સમાધાન કરી લ્યો ત્યારબાદ પરીવાર ના સભ્યોએ અને વિદ્યાર્થીની રાજકોટ રૂરલ એસ.પી. કચેરીએ પડીતા ન્યાય મળે તેમાટે પ્રથમ અરજી કરી અને ત્યારબાદ આટકોટ પોલીસ માં ન્યાય મેળવવા માટેની માંગ કરી હતી.