દેશ-દુનિયા

ભારત-કેનેડા વિવાદ વચ્ચે મોટી અપડેટ : હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં કેનેડાના PM જસ્ટિન ટ્રુડોના કબૂલાત

ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, PM ટ્રુડોએ જે પણ સ્વીકાર્યું છે તે અમે સતત કહી રહ્યા છીએ, માત્ર ગુપ્ત માહિતીને આધારે અમારી સામે ગંભીર આરોપો લગાવ્યા

ભારત-કેનેડા વિવાદ વચ્ચે મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં કેનેડાના PM જસ્ટિન ટ્રુડોના કબૂલાત પર ભારતે પણ હવે પલટવાર કર્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, PM ટ્રુડોએ જે પણ સ્વીકાર્યું છે તે અમે સતત કહી રહ્યા છીએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, કેનેડાએ અમારી પર લાગેલા ગંભીર આરોપો અંગે અમને કોઈ પુરાવા રજૂ કર્યા નથી. PM ટ્રુડોના આરોપોને કારણે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ માટે એકલા વડાપ્રધાન ટ્રુડો જવાબદાર છે.

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ વચ્ચે વડાપ્રધાન ટ્રુડોએ સ્વીકાર્યું કે, તેમણે હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં ભારતને માત્ર ગુપ્ત માહિતી આપી હતી અને કોઈ નક્કર પુરાવા આપ્યા નથી. આ મામલે ભારત શરૂઆતથી જ કેનેડાના દાવાને નકારી રહ્યું છે. કેનેડાના PMના નિવેદન પર ભારતે કહ્યું કે, ટ્રુડોનું નિવેદન રાજનીતિથી પ્રેરિત છે. તે ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડાના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. ભારતે જસ્ટિન ટ્રુડો સરકાર પર વોટ બેંકની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. ભારતનું કહેવું છે કે, તેમણે આ મામલે કેનેડાને અનેકવાર પુરાવા આપવા કહ્યું હતું પરંતુ તેમણે ક્યારેય કોઈ નક્કર પુરાવા રજૂ કર્યા ન હતા માત્ર ગુપ્ત માહિતી આપી હતી અને તેના આધારે અમારી સામે ગંભીર આરોપો લગાવ્યા હતા

News Click 24

Poll not found

Related Articles

Back to top button