જાણવા જેવું

એડવાન્સ રિઝર્વેશનમાં 120 દિવસનાં બદલે 60 દિવસ પહેલા બુકિંગ વિન્ડો ઓપન: નવા નિયમનો 1લી નવેમ્બરથી અમલ

હાલ જેણે ટિકિટ બુક કરાવી છે તેને કોઇ અસર નહીં: વેઇટીંગ ટિકિટ હવે કન્ફર્મ થવાના ચાન્સીસ ઘટશે

ભારતીય રેલવે વિભાગે મુસાફરો માટે રિઝર્વેશન ટિકિટમાં એડવાન્સ બુકિંગમાં મોટો ફેરફાર જાહેર કર્યો છે. રેલ્વે વિભાગે બહાર પાડેલા મોટીફીકેશન મુજબ હવે ચાર માસના બદલે બે માસ પૂર્વે જ બે માસ પહેલા જ ટીકીટ બુક થઇ શકશે.

રેલવેની રિઝર્વેશન ટિકિટમાં હાલ એડવાન્સ બુકિંગમાં મુસાફરો 120 દિવસ (ચાર માસ) પહેલા જ ટિકિટ બુક કરાવી શકતા હતા. હવે તેમાં મોટો ફેરફાર કરવામાં આવતા 60 દિવસ (બે માસ) પહેલા એડવાન્સ ટિકિટ બુક થઇ શકશે.

દેશભરના મુસાફરો રેલવે મુસાફરી માટે મોટા ભાગે ચાર માસ પહેલા જ બુકિંગ વિન્ડો ઓપન થતાં કન્ફર્મ ટિકિટ મેળવી લઇ મનપસંદ સ્થળની મુસાફરી માટે નિશ્ચિત બની જતાં હતા પરંતુ હવે ચાર માસના બદલે બે માસ પહેલા જ ટિકિટ બુક થવાનાં નિયમોથી મુસાફરોને હવે બે માસ પહેલા જ કન્ફર્મ ટીકિટ મેળવવા ટિકિટ બુકિંગ કરાવી શકશે.

120 દિવસના સમયમાં ઘટાડો કરી 60 દિવસનો કરવામાં આવતા હવે બે માસ પૂર્વે જ એડવાન્સ બુકિંગ વિન્ડો ઓપન થશે. આ નવા નિયમનો તા.1લી નવેમ્બરથી અમલ શરુ થશે.

રેલવે વિભાગના આ નવા નિયમથી હવે બે માસ પૂર્વે જ કન્ફર્મ ટિકિટ મેળવવા ટિકિટ બારીઓ ઉપર કતારો જોવા મળશે. રેલવે  વિભાગે અચાનક મોટો ફેરફાર કરતા હવે બે માસ પૂર્વે જ કન્ફર્મ ટિકિટ મેળવવા મુસાફરોને દોડધામ કરવી પડશે. વેઇટીંગ ટિકિટ કન્ફર્મ થવાનાં ચાન્સ પણ ઘટશે.

રેલવે વિભાગે એક એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે હાલ જેમણે એડવાન્સ ટિકિટ બુક કરાવી છે તેને કોઇ અસર નહીં થાય. તા.1લી નવેમ્બરથી 120 દિવસના બદલે 60 દિવસ પૂર્વે એડવાન્સ ટિકિટ બુકિંગનો અમલ શરુ થશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button