મહારાષ્ટ્ર

મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર સલમાન ખાનના નામે ધમકીભર્યો મેસેજ મળ્યો છે,

લોરેન્સ બિશ્નોઈ સાથે લાંબા સમયથી ચાલી રહેલી દુશ્મની ખતમ કરવા માટે અભિનેતા સલમાન ખાન પાસેથી 5 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન સાથે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની દુશ્મની ઘણી જૂની છે અને તાજેતરની ઘટનાઓ બાદ આ મામલો વધુ ગંભીર બનતો જોવા મળી રહ્યો છે. NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. બાબા સિદ્દીકી પણ સલમાનના મિત્ર હતા અને બોલિવૂડના ઘણા સ્ટાર સાથે તેમની ગાઢ મિત્રતા હતી. હવે મુંબઈ ટ્રાફિક પોલીસને સલમાન ખાનના નામે ધમકીભર્યો મેસેજ મળ્યો છે. મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો નજીકનો ગણાવ્યો છે. આ ધમકીભર્યો મેસેજ મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર આવ્યો છે. જેમાં લોરેન્સ બિશ્નોઈ સાથે લાંબા સમયથી ચાલી રહેલી દુશ્મની ખતમ કરવા માટે અભિનેતા સલમાન ખાન પાસેથી 5 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે. મેસેજમાં એવું પણ લખવામાં આવ્યું છે કે ‘આને હળવાશમાં ન લેતા, નહીં તો સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થશે.’ આ મામલાને લઈ મુંબઈ પોલીસે તપાસ પણ તેજ કરી છે ,

અગાઉ મુંબઈ પોલીસે સલમાનની હત્યાનું કાવતરું ઘડવા બદલ એક આરોપીની ધરપકડ કરી હતી. બુધવારે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, હરિયાણાના પાણીપતથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વ્યક્તિનું નામ સુખા છે. તે બિશ્નોઈ ગેંગનો શાર્પ શૂટર છે અને તેને નવી મુંબઈ લાવવામાં આવ્યો છે. તેને ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. મળતી માહિતી મુજબ મુંબઈ પોલીસ અને હરિયાણા પોલીસના સંયુક્ત ઓપરેશનમાં લોરેન્સ બિશ્નોઈના આ શાર્પ શૂટરને પાણીપતથી પકડવામાં આવ્યો હતો. વર્ષ 2022માં લોરેન્સ અને ગોલ્ડી બ્રારના કહેવા પર સુખાએ મુંબઈમાં સલમાન ખાનના પનવેલ ફાર્મહાઉસની રેકી કરી હતી. રેકી પછી સુખા સલમાન પર હુમલો કરવાનો હતો, પરંતુ તેનો પ્લાન નિષ્ફળ ગયો હતો. બિશ્નોઈના શૂટર્સે વર્ષ 2022માં સલમાનને મારવા માટે ઘણી વખત ફાર્મ હાઉસની રેકી કરી હતી, પરંતુ હુમલાનો પ્લાન નિષ્ફળ ગયો હતો.

સલમાન ખાન સાથે સંબંધિત એક સૂત્રોએ જણાવ્યું હતું કે અભિનેતાનો પરિવાર અને તેના મિત્રો બહાદુરી બતાવી રહ્યા હોવા છતાં તે અંદરથી ખૂબ જ પરેશાન અને ડરેલા છે. તેઓ એવી આશા પણ સેવી રહ્યા છે કે સરકાર અને પોલીસ આ કેસ સાથે સંબંધિત સાચા ગુનેગારને પકડી લે. બાબા સિદ્દીકીની હત્યા અને સલમાન ખાનને મળેલી ધમકી પર સૂત્રએ કહ્યું હતું કે, ‘સ્વાભાવિક રીતે લોરેન્સે આ બધાની જવાબદારી લીધી છે. પરંતુ ઘણાને લાગે છે કે આ બધુ નાટક કોઈ મોટા ષડયંત્રને છુપાવવા માટે કરવામાં આવી રહ્યું છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button