મુંબઈમાં: ચુંટણી તૈયારી વેગવંતી શિંદે જૂથ 66 અજીત પવાર જૂથને 52 બેઠકો ચૂંટણી લડવા અપાશે: મહાઅઘાડી સંગઠનમાં હજું ખેંચતાણ
મહારાષ્ટ્રમાં ભાજપ 142 વિધાનસભા બેઠક લડશે: મહાયુતિમાં બેઠક સમજુતી ,

આગામી તા.20 નવેમ્બરના મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટેના મતદાન પુર્વે હવે ગરમ બનેલા રાજકીય વાતાવરણમાં મહાયુતિ-ભાજપ-શિવસેના (શિંદેજૂથ) અને એનસીપી (અજીત પવાર) વચ્ચે બેઠક સમજુતી થઈ છે અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહ કાલે મુંબઈ આવી રહ્યા છે અને તેઓ આ સમજુતીની જાહેરાત કરશે.
રાજયમાં ભાજપ બીગ-બધરની ભૂમિકા ભજવી રહ્યા છે અને તેથી 288 બેઠકોની વિધાનસભામાં ભાજપ 142 બેઠકો પર ચુંટણી લડશે તેવી પ્રાથમીક સમજુતી થઈ છે તો શિવસેના-શિંદેજૂથ 66 બેઠકો પર અને અજીત પવારના નેતૃત્વની એનસીપી બાવન બેઠકો પર ચુંટણી લડશે. 28 બેઠકોમાં આ જોડાણ નાના પક્ષોને સમાવશે અને તે રીતે સતત રીતે ચુંટણી લડશે. રાજયમાં તા.20ના મતદાન થશે અને તા.23ના મતગણતરી હાથ ધરાશે.
બીજી તરફ વિપક્ષના સંગઠન મહાવિકાસ અઘાડીમાં હજુ બેઠક સમજુતી થઈ નથી. શિવસેના (ઉદ્ધવ ઠાકરે) એનસીપી (શરદ પવાર) અને કોંગ્રેસ સંયુક્ત રીતે ચુંટણી લડનાર છે અને તમામમાં બેઠકોની ખેંચતાણ ચાલુ છે. શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ વધુ બેઠક લડવા માંગે છે પણ કોંગ્રેસ પક્ષ તે દેવા તૈયાર નથી.