ભાજપે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 99 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી ,
ફડણવીસ નાગપુર દક્ષિણ - પશ્ચિમથી ચૂંટણી લડશે, BCCI ખજાનચી આશિષ શેલાર બાંદ્રા વેસ્ટ, લોકસભા ચૂંટણી હારેલા મિહિર કોટેચાને મુલુંદથી ટીકીટ મળી, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી - કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ અશોક ચૌહાણની પુત્રીને ટીકીટ આપી

રવિવારે ભાજપે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 99 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાંથી 6 બેઠકો ST અને 4 બેઠકો SC માટે છે. જ્યારે 13 બેઠકો પર મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. 10 ઉમેદવારો પ્રથમ વખત ચૂંટણી લડશે. ભાજપે ત્રણ વર્તમાન અપક્ષ ધારાસભ્યોને પણ ટિકિટ આપી છે.
ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ દક્ષિણ-પશ્ચિમ નાગપુરથી, મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે કામઠીથી ચૂંટણી લડશે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચવ્હાણની પુત્રી શ્રીજયા ચવ્હાણને ભોકરથી ટિકિટ આપવામાં આવી છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેના પુત્ર સંતોષ દાનવેને ભોકરદન બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીએ 3 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ રદ કરી છે.
ભાજપની પ્રથમ યાદીમાં 3 અપક્ષોને પણ ટિકિટ આપવામાં આવી છે જેમાં ત્રણ અપક્ષો મહેશ બાલ્દી (ઉરણ), રાજેશ બકાને (દેવળી), વિનોદ અગ્રવાલ (ગોંદિયા)નો સમાવેશ થાય છે.
મે મહિનામાં ચંદ્રપુર બેઠક પરથી લોકસભા ચૂંટણી હારી ગયેલા સુધીર મુનગંટીવારને બલ્લારપુર વિધાનસભાથી અને મિહિર કોટેચાને મુલુંડ બેઠક પરથી ટિકિટ મળી છે.
2 ભાઈઓને ટિકિટ મળી મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલારને બાંદ્રા પશ્ર્ચિમથી અને તેમના ભાઈ વિનોદ શેલારને મલાડ પશ્ચિમથી ટિકિટ મળી છે. લોકસભા ચૂંટણીમાં મુંબઈ નોર્થ ઇસ્ટ બેઠક પર થી લડીને હારેલા વર્તમાન ધારાસભ્ય મિહિર કોટેચા ને ફરી ટીકીટ મળી – તેઓ મુલુંડ થી ચૂંટણી લડશે.