દિલ્હીની ‘આપ’ સરકારનું એલાન – દિવ્યાંગોને દર મહિને રૂા.5000 પેન્શન આપશે ,
ભાજપના ધારાસભ્યે વૃદ્ધોને પેન્શનના પેન્ડીંગ આવેદનોનો મુદ્દો ઉઠાવી ચીમકી આપી- પ્રશ્ન હલ નહીં થાય તો આંદોલન ,

દિલ્હી સરકારે વિશેષ ઉચ્ચ યોગ્યતાવાળા દિવ્યાંગોને પાંચ હજાર રૂપિયા માસિક સહાય આપવાનું એલાન કર્યુ છે. દિલ્હી સરકારની સોમવારે મળેલી કેબીનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. બીજી બાજુ વૃદ્ધોને વૃદ્ધાવસ્થા પેન્શન આપવાના પેન્ડીંગ આવેદનોનો મુદો હલ નહી. ભાજપના ધારાસભ્યે આંદોલનની ચેતવણી આપી છે.
હાલમાં દિલ્હી સરકાર 1.20 લાખ દિવ્યાંગોને માસિક પેન્શન આપે છે. સરકારના આ નવા ફેસલાથી લગભગ 10 હજાર વધારાના દિવ્યાંગોને લાભ થશે. સમાજ કલ્યાણ મંત્રી સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે આમ કરનાર દિલ્હી પહેલુ રાજય છે. જેમની પાસે 60 ટકાથી વધુ દિવ્યાંગતા છે. તે તબીબી પ્રમાણપત્ર બતાવી સ્કીમનો હકદાર બનશે. ટુંક સમયમાં જ પાત્ર વ્યક્તિઓને રજીસ્ટ્રેશન કરાશે.
હાલ દિલ્હી સરકાર દ્વારા 1.20 દિવ્યાંગોને માસિક પેન્શન મળે છે. તેમાં એ દિવ્યાંગો સામેલ છે જેમની પાસે 42 ટકા દિવ્યાંગતાને સર્ટીફીકેટ છે. તેમને મહિને 2500 રૂપિયા સરકાર તરફથી મળે છે.
વૃદ્ધોને પેન્શન ન મળવા પર ભાજપની આંદોલનની ચીમકી: દિલ્હી વિધાનસભાના વિપક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તાએ સમાજ કલ્યાણ મંત્રીને પત્ર લખી છેલ્લા સાત વર્ષથી પેન્ડીંગ પડેલા વૃદ્ધાવસ્થા પેન્શનના આવેદનોને સ્વીકારવાની માંગ કરી છે.
જો આવેદન સ્વીકારાય તો 80 હજાર નવા લોકોને પેન્શન મળી શકે છે. જો સરકાર માંગ નહીં સ્વીકારે તો ભાજપ વૃદ્ધોને સાથે રાખી આંદોલન કરશે.