જાણવા જેવું

વડાપ્રધાન મોદીએ મંગળવારે રશિયામાં ઈરાનના પ્રમુખ મસૂદ પેજેશ્કિયન સાથે મુલાકાત કરી હતી ,

આ મુલાકાત ત્યારે થઈ જયારે ઈઝરાયેલનો હમાસ, હિઝબુલ્લા અને ઈરાન સાથે સંઘણ ચાલી રહ્યો છે: બંન્ને નેતા વચ્ચે ચાબહાર બંદર, આઈએનએસટીસી પર ચર્ચા થઈ

વડાપ્રધાન મોદીએ મંગળવારે રશિયામાં ઈરાનના પ્રમુખ મસૂદ પેજેશ્કિયન સાથે મુલાકાત કરી હતી. જુલાઈમાં ઈરાનના રાષ્ટ્રપતિ ચૂંટાયા બાદ મોદી સાથે આ પહેલી મુલાકાતમાં પેજેશ્કિયને પશ્ચિમ એશિયામાં શાંતિની જરૂર અને તણાવ ઘટાડવામાં ભારતની ભૂમિકા પર ભાર આપ્યો કેમ કે તેના તમામ પક્ષો સાથે સારા સંબંધ છે.

બ્રિક્સ સંમેલન સિવાયની આ મુલાકાતમાં બંને નેતાઓની વચ્ચે ચાબહાર બંદર અને આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર (આઈએનએસટીસી) પર પણ વાત થઈ. પીએમ મોદીએ એક્સ પર પોસ્ટમાં લખ્યું કે ’પ્રમુખ પેજેશ્કિયાનની સાથે મુલાકાત સારી રહી અને તેમણે સંબંધોની સમીક્ષા કરી.’ વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે ’ચર્ચા ઉપયોગી રહી.’

બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં ચાલુ તણાવ પર ચિંતા વ્યક્ત કરી હતી. અને ભારતે નાગરિકોની સુરક્ષાનું આહ્વાન કર્યું. મિસરીએ જણાવ્યું કે ’બંને નેતાઓએ અફઘાનિસ્તાનની સ્થિતિ પર પણ ચર્ચા કરી હતી.’ વડાપ્રધાને ઈરાનના પ્રમુખને ભારત આવવાનું આમંત્રણ મોકલ્યું જેને તેમણે સ્વીકાર્યું. બંને નેતાઓની વચ્ચે આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ઈઝરાયલ, હમાસ અને હિઝબુલ્લાની વચ્ચે સંઘર્ષ વધી ગયો છે.

ઉલ્લેખનીય છે કે વધતા તણાવથી ચિંતિત મોદીએ સપ્ટેમ્બરમાં યુદ્ધ વિરામની અપીલ કરી હતી. બ્રિક્સ સંમેલનથી પહેલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગે પણ દ્વિપક્ષીય બેઠક કરી. પુતિને મંગળવારે જ બ્રિક્સ સંમેલનમાં આમંત્રિત નેતાઓ માટે રાત્રિ ભોજનનું આયોજન પણ કર્યું.

News Click 24

Poll not found

Related Articles

Back to top button