જાણવા જેવું

બોલીવૂડ અભિનેતા સલમાન ખાન સહિતના અનેકને ધમકી આપનાર લોરેન્સ બિશ્નોઇ ગેંગના નામે હવે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પણ ધમકી આપવામાં આવી છે.

લોરેન્સ બિશ્નોઇની તસ્વીર સામે બુધ્ધાદિત્ય મોહંતી નામના આઇડી પરથી ધમકી અપાઇ: લોરેન્સને મોસાદ અને સીઆઇએ સાથે સરખાવ્યો: અસદુદ્દીન ઔવેસી પણ ટાર્ગેટ હોવાનો દાવો

બોલીવૂડ અભિનેતા સલમાન ખાન સહિતના અનેકને ધમકી આપનાર લોરેન્સ બિશ્નોઇ ગેંગના નામે હવે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પણ ધમકી આપવામાં આવી છે. ફેસબુક પર બુધ્ધાદિત્ય મોહિન્તી નામના એક વ્યકિતએ પોતાના આઇડી પરથી ધમકીમાં જણાવ્યું છે કે જર્મનીની પાસે ગેસ્ટાપો હતા. ઇઝરાયેલની પાસે મોસાદ છે, અમેરિકાની પાસે સીઆઇએ છે અને ભારત પાસે લોરેન્સ બિશ્નોઇ છે.

હવે તેના લીસ્ટમાં રાહુલ ગાંધી અને અસદુદ્દીન ઔવેસીના નામ હોવા જોઇએ હાલમાં લોરેન્સ બિશ્નોઇ અને તેની ગેંંગ અત્યંત ચર્ચામાં છે અને તે સમયે આ પ્રકારે રાહુલ ગાંધીને ધમકી અપાતી તેવી પોસ્ટથી કોંગ્રેસએ જબરો આક્રોશ વ્યકત કર્યો છે.

અમેઠીમાં એનએસયુઆઇના જિલ્લા અધ્યક્ષ સુમિત તિવારી અને સેંકડો કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને ફેસબુક પોસ્ટ લખનાર સામે ગુનો નોંધવા માંગણી કરી હતી.

સોશ્યલ મીડિયામાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ જબરો આક્રોશ ઠાલવી રહ્યા છે. જો કે પોસ્ટ લખનાર બિશ્નોઇ ગેંગ સાથે સંકળાયેલો છે કે કેમ તે નિશ્ર્ચિત થયું નથી અને પોલીસ હવે આ બાબતની તપાસ કરે તેવી ધારણા છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button