જાણવા જેવું
ન્યાયની દેવીની પ્રતિમામાં કરવામાં આવેલા ફેરફાર સામે સુપ્રીમ કોર્ટ બાર એસોસીએશને વાંધો ઉઠાવ્યો
અમને અંધારામાં રાખી મૂર્તિમાં મોટા ફેરફાર કરાયા : એસસીબીએ અધ્યક્ષ કપિલ સિબ્બલ

ન્યાયની દેવીની પ્રતિમામાં કરવામાં આવેલા ફેરફાર સામે સુપ્રીમ કોર્ટ બાર એસોસીએશને વાંધો ઉઠાવ્યો છે. એસબીબીએના અધ્યક્ષ કપિલ સિબ્બલે પ્રતિમામાં થયેલા ફેરફાર સામે વાંધો ઉઠાવતા જણાવ્યું હતું કે, આ ફેરફારથી અમને અંધારામાં રાખવામાં આવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે જે સ્થળે પ્રતિમા રખાઈ છે ત્યાં અમને સુપ્રીમ કોર્ટ બાર એસો.ના સભ્યો માટે કેફે લાઉન્જ બનાવવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં સીજેઆઈ ચંદ્રચૂડની સૂચનાથી સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોના પુસ્તકાલયમાં ધરમૂળથી ફેરફારવાળી ન્યાયની દેવીની મૂર્તિ રાખવામાં આવી હતી.
જેમાં ન્યાયની દેવીની આંખો પરથી પટ્ટી હટાવાઈ હતી અને હાથમાં તલવારને બદલે બંધારણનું પુસ્તક મુકવામાં આવ્યું હતું.
Poll not found