દેશ-દુનિયા

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની મુસીબતો ઓછી થતી જણાતી નથી , પાર્ટીમાં બળવો, બે ડઝન સાંસદોએ રાજીનામું આપવાની કરી માંગ

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની મુસીબતો ઓછી થતી જણાતી નથી. તેમની લિબરલ પાર્ટીના લગભગ બે ડઝન સાંસદોએ તેમને પદ છોડવા અને નેતૃત્વમાંથી પાછા હટવાનું અલ્ટીમેટમ આપ્યું છે. પરંતુ તે દરમિયાન ટ્રુડોએ ગુરુવારે કહ્યું કે તેઓ આગામી ચૂંટણીઓમાં પણ તેમની લિબરલ પાર્ટીનું નેતૃત્વ કરશે.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની મુસીબતો ઓછી થતી જણાતી નથી. તેમની પોતાની લિબરલ પાર્ટીના લગભગ બે ડઝન સાંસદોએ તેમને 28 ઓક્ટોબર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે કે તેઓ પદ છોડવા અને નેતૃત્વમાંથી હટી જાય. પરંતુ તે દરમિયાન ટ્રુડોએ ગુરુવારે કહ્યું કે તેઓ આગામી ચૂંટણીઓમાં પણ તેમની લિબરલ પાર્ટીનું નેતૃત્વ કરશે. રિપોર્ટ અનુસાર ઘણા સાંસદોએ તેમના નિર્ણયને નિરાશાજનક ગણાવ્યો છે.

વડા પ્રધાન ટ્રુડોએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે તેઓ આગામી ચૂંટણી માટે વ્યૂહરચના પર કામ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ આગામી ચૂંટણીમાં પાર્ટીનું નેતૃત્વ કરશે. જ્યારે તેમને સીધું પૂછવામાં આવ્યું કે શું તેઓ 28 ઓક્ટોબર પછી રહેશે, તો ટ્રુડોએ હા પાડી. હકીકતમાં, ટુડોની પાર્ટીના ઘણા સાંસદોએ તેમને 28 ઓક્ટોબર સુધીમાં પદ છોડવાનું અલ્ટીમેટમ આપ્યું છે.

હકીકતમાં બુધવારે યોજાયેલી બેઠકમાં કેટલાક લિબરલ સાંસદોએ ટ્રુડોના રાજીનામાની માંગણી કરી હતી. સાંસદોએ દાવો કર્યો સામને હતો કે ટ્રુડોના કારણે તેમની પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે. તેમની પાર્ટીને તાજેતરની પેટાચૂંટણીમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે.

તાજેતરમાં જ એક પત્રકારે પણ ટ્રુડો પર નિશાન સાધતા કહ્યું કે કેનેડાના લોકો જસ્ટિન ટ્રુડોથી કંટાળી ગયા છે. ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે કેનેડિયન પત્રકાર ડેનિયલ બોર્ડમે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પર નિશાન સાધ્યું હતું અને તેમની વિશ્વસનીયતા અને નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા હતા. બોર્ડમે હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓને પાછા બોલાવવાના ભારત સરકારના નિર્ણયને બંને દેશો વચ્ચેના વધતા જતા મતભેદોનો સ્પષ્ટ સંકેત ગણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે ખાલિસ્તાની તત્વો આ સ્થિતિનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી રહ્યા છે. તેઓ તેને પોતાની સંપૂર્ણ જીત માની રહ્યા છે અને ભારત પર હુમલો કરી રહ્યા છે.’

News Click 24

Poll not found

Related Articles

Back to top button