બનાસકાંઠામાં વાવ બેઠક પર વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસમાં કોકડું ગૂંચવાયું છે. ઉમેદવારની પસંદગીને લઈ બંન્ને પાર્ટી માટે અસમંજસની સ્થિતિ
આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે બંન્ને પક્ષમાં ઉમેદવારોને લઈ રાફડો ફાડ્યો છે જેના પગલે પક્ષ પણ અવઢમાં મુકાયો છે.

વાવ વિધાનસભા પેટા-ચૂંટણીમાં ઉમેદવારના નામને લઈ હજુ સુધી સસ્પેન્સ છે. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે પરંતુ હજુ સુધી એક પણ પક્ષે ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. છેલ્લી ઘડીએ નામ જાહેર કરીને ફોર્મ ભરવામાં આવશે. ત્યારે આજે બંને પક્ષના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવશે.
હાલ સુધી વાવ વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. ત્યારે કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેમાં વાવ વિધાનસભા ચૂંટણીને લઇ હાઇકમાન્ડ દ્વારા 4 દાવેદારોને ફોર્મ ભરવા માટે જણાવવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર ગુલાબસિંહ રાજપૂત, ઠાકરશી રબારી, કે પી ગઢવી અને ભાવાજી ઠાકોર ને ફોર્મ ભરવા સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. તથા જેના નામે મેન્ડેડ આવે તેને સમર્થન આપવાની સૂચના આપવામાં આવી છે.
ભાજપમાં પણ ફોર્મ ભરવાના સમયે મેન્ડેડ આવે તેવી સંભાવના સૂત્રો જણાવી રહ્યા છે. જેમાં ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર, લાલજી પટેલ, રજનીશ પટેલ, ગજેન્દ્ર સિંહ રાણા, પિરાજી ઠાકોર, મુકેશ ઠાકોર, ધનજીભાઈ ગોહિલ, અમીરામ આંસલ અને ખેમાજી ઠાકોર ટિકિટ માટે રેસમાં છે. ત્યારે ભાજપ કોંગ્રેસ માંથી કોણ ઉમેદવાર તરીકે આવે છે તેના ઉપર હાલ સૌની નજર મંડાયેલી છે.