યુપીમાં : ગજરૌલામાં ત્રણ માસ્ક પહેરેલાં બદમાશોએ ભાજપનાં જિલ્લા ઉપાધ્યક્ષ ની સ્કૂલ બસ પર ગોળીબાર કર્યો ,
ડ્રાઈવરે બસ દોડાવી બદમાશોથી પીછો છોડાવ્યો 28 વિદ્યાર્થીઓ ગભરાઈ ગયાં હતાં

ગજરૌલામાં ત્રણ માસ્ક પહેરેલાં બદમાશોએ ભાજપનાં જિલ્લા ઉપાધ્યક્ષ અને બ્લોક ચીફ મીનાક્ષી ચૌધરીના પતિ ચૌધરી વીરેન્દ્ર સિંહની સ્કૂલ બસ પર ગોળીબાર કર્યો હતો. આ પછી ઇંટો પણ ફેંકવામાં આવી હતી. આ ઘટનાથી બસમાં રહેલાં 28 વિદ્યાર્થીઓ ગભરાઈ ગયાં હતાં. ડ્રાઈવરે બસ દોડાવી હતી અને તમામ બાળકોને સલામત સ્કૂલ પહોંચડયા હતાં બાદમાં પોલીસ અને સ્કૂલ મેનેજમેન્ટને જાણ કરી હતી પોલીસ તપાસ ચાલી રહી છે.
આરોપ છે કે બાઇક પર સવાર બદમાશોએ બસનો પીછો પણ કર્યો હતો. સીઓ અને ઈન્સ્પેક્ટરે બાળકો પાસેથી ઘટનાની માહિતી લીધી હતી. તેમજ સ્થળ પર જઇ તપાસ કરી હતી. શહેરને અડીને આવેલાં દરિયાપુર બુઝર્ગ ગામમાં જવાનાં માર્ગ પર એસએસઆરએસ ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે. ભાજપનાં જિલ્લા ઉપાધ્યક્ષ ચૌધરી વીરેન્દ્ર સિંહ શાળાનાં મેનેજિંગ ડિરેક્ટર છે અને તેમનાં ભત્રીજા પુનીત સિંહ સ્કૂલનાં ડિરેક્ટર છે.
બસનાં ડ્રાઈવરે જણાવ્યું હતું કે કેટલાક દિવસો પહેલાં ખાડ ગુર્જર વળાંક પર તેને એક સ્કૂટર સવારને ટક્કર મારી હતી. જેનાં કારણે તે પડી ગયો અને ઘાયલ થયો હતો. બસ સ્કૂટર સવાર સાથે અથડાવાનો મામલો શાળા સુધી પણ પહોંચ્યો હતો. બસનાં ડ્રાઈવરે જણાવ્યું કે બાઇક સવારોમાંથી એકની ઉંચાઇ અને શરીર એવું લાગતું હતું કે તે સ્કૂટર ચાલક હતો.