ગુજરાત

ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો ,

ગુજરાતમાં સૌથી મોટું સ્કેમ કરનારી અરવલ્લીનાં BZ ગૃપ પર CID ટીમે મોટી કાર્યવાહી કરી હતી ,

BZ ગ્રુપની પોન્ઝી સ્કીમના વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો હતો. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉત્તર- મધ્ય ગુજરાત જ નહીં સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો થયો હતો. સૌરાષ્ટ્રના ધોરાજી અને મોરબીમાં BZ ગ્રુપની ઓફિસ હોવાનો સૂત્રોએ દાવો કર્યો હતો. મોરબી અને ધોરાજીમાં પણ મહાઠગે એજન્ટો બનાવ્યાનો સૂત્રોએ દાવો કર્યો હતો.

છ હજાર કરોડના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું છે. ત્રણ વર્ષમાં બમણાની લાલચ આપી અનેકને છેતર્યા હતા. સીઆઇડી ક્રાઇમે આ મામલે મહાઠગ ભૂપેન્દ્ર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. બેનામી કંપનીના બેન્ક એકાઉન્ટમાંથી વ્યવહારો મળી આવ્યા હતા. 175 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો મળ્યા હતા.

18 ટકા ઊંચા વળતરની સાથે ગોવા ટ્રીપની લાલચ આપી અનેક રોકાણકારોને ઠગનારા BZ ગ્રુપના મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઠગી સ્કીમનો CID ક્રાઈમબ્રાંચે પર્દાફાશ કર્યો છે. CID ક્રાઈમની તપાસમાં સામે આવ્યું કે ઉત્તર અને મધ્ય ગુજરાતના હજારો રોકાણકારોને રાતા પાણીએ રડાવીને ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઈ ગયો છે. વર્ષ 2021થી મહાઠગે ઓફિસ ખોલીને રોકાણ મેળવવા માટે રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ કર્યાનો ઘટસ્ફોટ થયો છે.

સીઆઈડી ક્રાઈમે ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત બે રાજ્યમાં કુલ સાત સ્થળે ઓફિસ પર દરોડા પાડીને અનેક મહત્વના દસ્તાવેજ, પુરાવા એકઠા કર્યા છે. આ તરફ ઠગબાજ ભૂપેન્દ્ર વિદેશ ન ભાગી જાય તે માટે પોલીસે લુકઆઉટ સર્ક્યુલર પણ જાહેર કરી છે. સીઆઈડીની તપાસમાં એ પણ ખૂલ્યું કે આરોપીએ BZ ટ્રેડર્સ, BZ ફાયનાન્સીયલ સર્વિસ, BZ ગ્રુપ ઓફ મેનેજમેન્ટ જેવી ત્રણ કંપનીઓ ખોલી રોકાણકારો પાસેથી નાણાં પડાવી લીધા હતાં. પોલીસની તપાસમાં 16 લાખ 37 હજાર 900 રૂપિયાની રોકડ રકમ મળી આવી છે. તો બે બેન્ક એકાઉન્ટમાંથી 175 કરોડના ટ્રાન્જેક્શ પણ મળી આવ્યા છે. તપાસમાં એ પણ સામે આવ્યું કે જ્યારે રોકાણકાર પાકતી મુદતે રૂપિયા પરત લેવા જાય તો આરોપીઓ વધુ લાલચ આપી રિન્યુઅલમાં એફડી કરાવવાની યોજના સમજાવતા એટલે ફરી બે-ત્રણ વર્ષ સુધી આ નાણાં ચૂકવવા પડે નહીં.

ગુજરાતમાં સૌથી મોટું સ્કેમ કરનારી અરવલ્લીનાં BZ ગૃપ પર  CID ટીમે મોટી કાર્યવાહી કરી હતી.  BZ GROUP નાં એજન્ટોની ઓફિસો પર CID ની જુદીજુદી ટીમોએ દરોડા પાડ્યા હતા. આરોપ છે કે, કંપની દ્વારા બેફામ પૉન્ઝી સ્કીમ ચલાવવામાં આવી હતી. આ સ્કીમોમાં અનેક લોકોના રૂપિયા લાગેલા હતા. કંપની પર ઊંચું રિટર્ન આપવાની લાલચ આપી રૂ. 6 હજાર કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આરોપ છે. આ કેસને લઇને CID પોલીસની વિવિધ ટીમોએ મેઘરજ, મોડાસા, માલપુર, હિંમતનગરમાં આવેલી BZ GROUP નાં એજન્ટોની ઓફિસોમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન આ ઓફિસમાં CID ની તપાસ દરમિયાન કૉમ્પ્યુટર, લેપટોપ, કેશ વાઉચર અને વિવિધ દસ્તાવેજો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા.

News Click 24

Poll not found

Related Articles

Back to top button