પરિવાર સૂતો હતો અને સિદ્ધપુર ખાતે રહેણાંક મકાનમાં લાગી ભીષણ આગ, 2ના મોત, 3 ઘાયલ ,
જેમાં જિલ્લાના સિધ્ધપુરના તિરુપતિ નગરમાં મોડીરાત્રે રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી હતી. રાત્રિના સમયે મકાનમાં પરિવાર સૂતો હતો ત્યારે અગમ્ય કારણોસર આગી લાગી હતી. મકાનમા લાગેલી આગમાં 2ના મોત અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે પાટણમાં સિધ્ધપુરના તિરુપતિ નગરમાં મોડીરાત્રીએ રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના સર્જાઇ હતી. આગની આ ઘટનામાં 2 લોકોનું મૃત્યુ નિપજ્યું હતુ.
ગતરાત્રિએ પાટણમાં આગની ઘટના સર્જાઇ હત. જેમાં જિલ્લાના સિધ્ધપુરના તિરુપતિ નગરમાં મોડીરાત્રે રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી હતી. રાત્રિના સમયે મકાનમાં પરિવાર સૂતો હતો ત્યારે અગમ્ય કારણોસર આગી લાગી હતી. મકાનમા લાગેલી આગમાં 2ના મોત અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી અનુસાર આગ લાગતા એક 4 વર્ષીય બાળક અને એક 65 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું હતુ. અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મકાનમાં પરિવાર સૂતો હતો ત્યારે અગમ્ય કારણોસર આગ લાગી હતી. ત્યારે આ ઘટનાને લઇ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જોકે પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સામે આવ્યું છે.
ત્યારે રાત્રિના સર્જાયેલ આ ઘટનાને લઇ સિધ્ધપુર પાલિકા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને આગને કાબુમાં લીધી હતી. ત્યારે ઘટનામાં થયેલા મૃત્યુને લઇ સિધ્ધપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.