ભારતના ધીમા જીડીપી ગ્રોથના આંકડાની અસર શેરબજાર પર સ્પષ્ટ દેખાઈ રહી છે. BSE સેન્સેક્સે તેના પાછલા બંધ 79,802.79 ના સ્તરથી ઘટાડા સાથે 79,743.87 ના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ ખુલવાની મિનિટોમાં જ 484 પોઈન્ટ્સ ગબડી ગયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ ધીમી ગતિએ ખુલ્યો હતો અને 120 પોઈન્ટની સ્લિપ સાથે ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

આજે સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે શેર બજારને લઈ મોટી અપડેટ સામે આવી છે. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજારે ઘટાડા સાથે લાલ નિશાનમાં ટ્રેડિંગ શરૂ કર્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ ખુલવાની મિનિટોમાં જ 484 પોઈન્ટ્સ ગબડી ગયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ ધીમી ગતિએ ખુલ્યો હતો અને 120 પોઈન્ટની સ્લિપ સાથે ટ્રેડ થતો જોવા મળ્યો હતો.
ગત સપ્તાહની શરૂઆતમાં શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો, જેના પર બ્રેક લાગી હતી. ભારતના ધીમા જીડીપી ગ્રોથના આંકડાની અસર શેરબજાર પર સ્પષ્ટ દેખાઈ રહી છે. BSE સેન્સેક્સે તેના પાછલા બંધ 79,802.79 ના સ્તરથી ઘટાડા સાથે 79,743.87 ના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું અને થોડીવારમાં તે 484.30 પોઈન્ટ લપસીને 79,49318 ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો.
એ જ રીતે, NSE નિફ્ટીએ પણ તેના પાછલા બંધ 24,131.10 ના સ્તરથી થોડો વધારો કરીને 24140 ના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું, પરંતુ ખુલ્યા પછી તરત જ તે પણ સેન્સેક્સનો સાથે પકડ્યો અને 120.75 પોઈન્ટ ઘટીને 24,010.35 પર ટ્રેડ થતો જોવા મળ્યો.
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે જેની ખાસ નોંધ લેવી.