યુનુસ સરકારનું નિવેદન આ અમારો આંતરિક મામલો છે , દેશમાં હિન્દુ સમુદાય સુરક્ષિત છે અને અહીં લઘુમતીઓને કોઈ ખતરો નથી
ઈસ્કોન પર પ્રતિબંધ નહી મુકીએ : યુનુસ સરકારનું નિવેદન
પશ્ચિમ બંગાળની રાજધાની ઢાકામાં હિન્દુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની ધરપકડને લઈને વધી રહેલા વિવાદ વચ્ચે બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસના પ્રેસ સચિવ શફીકુલ ઈસ્લામે આશ્વાસન આપ્યું છે કે, દેશમાં હિન્દુ સમુદાય સુરક્ષિત છે અને અહીં લઘુમતીઓને કોઈ ખતરો નથી.
’બાંગ્લાદેશ સરકારનો ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન) પર પ્રતિબંધ મૂકવાનો કોઈ ઈરાદો નથી. હું આ કેસની સુનાવણી અંગે નથી જાણતો પરંતુ બાંગ્લાદેશમાં ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવામાં નહીં આવે.’
તાજેતરમાં જ બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયો વચ્ચે હિંસાની ઘટના પર બોલતા ઈસ્લામે કહ્યું કે, “હિન્દુ સમુદાય બાંગ્લાદેશમાં સુરક્ષિત છે. એક વ્યવસ્થિત સ્તર પર ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. હું તમને વિનંતી કરું છું કે, આવીને ગ્રાઉન્ડ સ્થિતિ જુઓ.
શરૂઆતના થોડા દિવસોમાં હિંસા થઈ હતી પરંતુ, હવે સ્થિતિ નિયંત્રણમાં છે.” ઈસ્લામે આગળ કહ્યું કે, ચિન્મય કૃષ્ણ દાસને નિષ્પક્ષ ન્યાય મળશે અને સરકાર આ દિશામાં સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.


