ગુજરાત

રાજ્યના 19 સ્થળોએ ED દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું , મની લોન્ડરિંગ એક્ટ હેઠળ 19 સ્થળોએ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતુ

જેમાં 1.5 કરોડથી વધુની સ્થાવર મિલકતો જપ્ત કરવામાં આવી હતી.

ગુજરાતમાં ઇડી દ્રારા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં રાજ્યમાં 19 સ્થળોએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા. પોસ્ટઓફિસમાં સરકારી ભંડોળના કથિત દુરુપયોગના કેસમાં સર્ચ ઓપરશન હાથ ધરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ ACB ગાંધીનગર દ્વારા નોંધવામાં આવી હતી. જેમાં FIRના આધારે તપાસ કરવામાં આવી હતી.

ઇડી દ્વારા સર્ચ કરવા દરમિયાન રૂ.1 કરોડની રકમ જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત રૂ. 1.5 કરોડથી વધુની વિવિધ સ્થાવર મિલકતોની વિગતો રિકવર કરાઈ છે. ઘટનામાં આ એક કેસમાં સબ પોસ્ટમાસ્તરોએ 606 બંધ RD ખાતાઓ ખોલી છેતપિંડી કરી હતી. અને આરોપીઓએ બંધ ખાતા ફરીથી ખોલી છેતરપિંડીથી બંધ કરી દીધા હતા. જેમાં સરકારી નાણાંની 18.60 કરોડની રકમનો ગેરઉપયોગ કરવામાં આવતા ફરિયાદ કરવામાં આવી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની અમદાવાદ પ્રાદેશિક કચેરીએ રવિવારે જણાવ્યું હતું કે તેણે 29 નવેમ્બરે રાજકોટ, કચ્છ, જામનગર અને સુરેન્દ્રનગર સહિત સમગ્ર ગુજરાતમાં પોસ્ટ ઓફિસોમાં સરકારી ભંડોળના કથિત દુરુપયોગને લગતા પાંચ કેસોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ રાજ્યમાં 19 સ્થળોએ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું.

News Click 24

Poll not found

Related Articles

Back to top button