અંકલેશ્વરની ESIC હોસ્પિટલની ભરતી મુદ્દે મનસુખ વસાવાના ગંભીર આક્ષેપ ,
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભરતી બાબતે ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. જેમાં તેઓએ અંકલેશ્વરની ESIC હોસ્પિટલમાં કર્મચારીઓની ભરતીમાં ગેરરીતિમાં ભરતી અને કોન્ટ્રાક્ટ રીન્યૂ કરવા માટે રૂપિયા લેવાતાં હોવાનો દાવો કર્યો છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભરતીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. અંકલેશ્વરની ESIC હોસ્પિટલમાં કર્મચારીઓની ભરતીમાં કૌભાંડ ચાલતું હોવાના તેમણે આરોપ લગાવ્યા છે. નવી ભરતી અને કોન્ટ્રાક્ટ રીન્યૂ કરવા માટે રૂપિયા લેવાતાં હોવાનો મનસુખ વસાવાએ દાવો કર્યો છે.
સમગ્ર ઘટનાને લઇ તેમણે જણાવ્યું હતુ કે હોસ્પિટલમાં નવી ભરતી માટે 1 લાખ અને કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતાં કર્મચારીઓના કોન્ટ્રાક્ટ રીન્યૂ કરવા માટે 4 પગાર અથવા 1 લાખ રૂપિયા એડવાન્સમાં લેવામાં આવે છે. તેમણે કહ્યું કે આ અંગે મનસુખ માંડવિયાને મળીને રજૂઆત કરીશ. મને આ અંગે ફરિયાદ મળતાં તપાસ શરૂ કરી છે.
સમગ્ર ઘટનાને લઇ સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વીડિયો મૂકીને સમગ્ર બાબતે માહિતી આપી હતી. અને લખ્યું હતુ કે એ.એસ.આઇ. હોસ્પીટલ અંકલેશ્વરની ભરતી પ્રક્રિયમાં ગેરરીતિ સંદર્ભે મારી પ્રતિક્રિયા.



