બીઝેડ ગ્રુપના કૌભાંડ એક બાદ એક સામે આવી રહ્યા છે ઈન્વેસ્ટરના પૈસા નહીં ડુબે, સરકાર લાલચ આપી જપ્ત કરી લેશે
બીઝેડ ગ્રુપના કૌભાંડના સૂત્રધારના સમર્થનમાં મેસેજ વાયરલ - એક હૈ તો સેફ હૈ!
બીઝેડ ગ્રુપના કૌભાંડના સૂત્રધારના સમર્થનમાં મેસેજ વાયરલ – એક હૈ તો સેફ હૈ!
બીઝેડ ગ્રુપના કૌભાંડ એક બાદ એક સામે આવી રહ્યા છે. આ દરમિયાન હવે ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થયા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ઈન્વેસ્ટર્સના પૈસા ક્યાંય નહીં ડૂબે સરકાર અને મીડિયાનો હાથો ન બનવાનો વાયરલ મેસેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
એક તરફ કરોડો રૂપિયાનું કૌભાંડ કરી ફરાર થઈ ગયેલા ભૂપેન્દ્ર ઝાલાને શોધવા માટે પોલીસ તંત્ર વિવિધ કાર્યવાહી કરી રહ્યું છે. બીજીતરફ અનેક લોકોના પૈસાનું રોકાણ કરાવી ફરાર થયેલા ભૂપેન્દ્ર ઝાલા માટે સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થયા છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે, ઈન્વેસ્ટર્સના પૈસા ક્યાંય નહીં ડૂબે સરકાર અને મીડિયાનો હાથો ન બનતા જો આ મીડિયા (સરકારના ચમચા) ઓની વાતોમાં આવી કોઈ આડુ આવડું પગલું ભર્યું તો સરકાર તમને ખોટી લાલચે આપી બધુ જપ્ત કરી લેશે.
વાયરલ મેસેજના સ્ક્રીન શોટમાં કહેવામાં આવ્યું છે કે, વધ્યું ફંડ સરકારમાં જપ્ત થઈ જશે અને ઇન્વેસ્ટરને કઈ જ નહીં આપે ખાસ સૂચના. કોઈએ આડું અવડું પગલું ભરવું નહીં. એક હૈ તો સેફ હૈ



