યોગી સરકારની કમાલ: વિશ્વની કંપનીઓએ પોતાની બ્રાન્ડના પ્રયોજન માટે કુંભમાં અનેક આયોજનો કરશે તેવા સંકેત છે ,
ડાબર - કોકાકોલા - હિન્દુસ્તાન લીવર, પારલે, બીસલેરી સહિત કંપનીઓ કુંભના શ્રધ્ધાળુઓને ખાસ સુવિધા ઓફર કરશે

ભારતની પ્રાચીન ધાર્મિક-સાંસ્કૃતિક આસ્થાના પ્રતિક જેવા કુંભ મેળો આટલો ભવ્ય હોઈ શકે તેવી કલ્પના પણ ભાગ્યે જ કોઈએ કરી હશે. અને તેના માટે ઉતરપ્રદેશની યોગી સરકારને યશ આપવો પડે. દર 12 વર્ષે પ્રયાગરાજમાં જે કુંભમેળો યોજાય છે તેનું પોતાનું આગવુ મહત્વ છે. આ વર્ષે તા.13 જાન્યુઆરીથી શરૂ થનાર કૂંભ મેળામાં અંદાજે 40 કરોડ લોકો 45 દિવસનાં સમયગાળામાં ઉમટી પડશે તેવુ માનવામાં આવે છે.
આ કુંભ એ ઉતર પ્રદેશનાં અર્થતંત્રમાં એક બુસ્ટર ડોઝ પણ સાબીત થઈ શકે છે અને હવે કુંભમાં દેશની કંપનીઓને એક બ્રાન્ડ ઈવેન્ટ પણ દેખાય છે અને તેના માટે રૂા.3000 કરોડ જેવો ખર્ચ વિવિધ કંપનીઓ કરશે તેવા સંકેત છે.
કુંભમાં વિવિધ કંપનીઓ તેના પ્રોડકટની જાહેરાત સામે એક જ સમયે એક સાથે આટલુ મોટુ માર્કેટ મળે તે ભાગ્યે જ બને છે તેથી જ તે આ પ્રકારનાં ઈવેન્ટને હવે માર્કેટીંગ માટે ઝડપી લેવા માગે છે. વિશ્વમાં આ સૌથી મોટુ ધાર્મિક ઈવેન્ટ છે અને સૌથી મોટી ખુબી એ છે કે તેઓ દેશના ખુણે ખુણેથી લોકો આવશે એટલે કે કોઈ બ્રાન્ડ માટે આટલુ મોટુ કવરેજ મળી શકે જ નહિં.
અત્યાર સુધી કુંભ એટલે ગંગાનું પવિત્ર જળ એ જ કલ્પના હતી પણ હવે અહી હિન્દુસ્તાન લીવર, કોકાકોલા, આઈટીસી, બિસલેરી, પાલ;, એટીએમ ઈમામી તમો જે કુસ્યુલર કંપનીના નામ લો તે મોટાભાગની તેમાં હાજર હશે.મોટાભાગની કંપનીઓએ તેના એડ બજેટમાં કુંભને ખાસ સ્થાન આપી દીધુ છે અહી ફકત તેમના એડ.હોર્ડીંગ જ નહિ પણ વિવિધ પ્રયોગોને સાંકળીને તેના સ્ટોલ પણ ઉભા કરી દીધા છે.
ખાસ સપ્લાય ચેઈન ગોઠવી અને તેના પ્રોડકટ લોકો સુધી પહોંચે તે પણ ચિંતા કરે છે. ફકત કંપનીઓ જ નહિં સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટ્રાગામ અને યુ-ટયુબ તેના ખાસ ઈવેન્ટ પણ ગોઠવશે. ખાસ કરીને ટેક કંપનીઓએ વર્ચ્યુઅલ રીયાલીટી ઝોન બુથ ઉભા કર્યા છે.બ્રાન્ડ લોંજ પણ છે ડાબર કંપનીઓ જયા લોકો ગંગા સ્નાન કરે છે. ત્યાં ડાબર દંત સ્નાન ઝોન ઉભા કર્યા છે ત્યાં શ્રધ્ધાળુઓને ટુથપેસ્ટ મશીન આપવા વૈશ્વિક સહીતનાં હેર ઓઈલના કિઓસ્ક અર્બન જેથી શ્રધ્ધાળુઓ તેનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત 100 જેટલી અનેક બ્રાન્ડ જોડાઈ છે.
અનેક કંપનીઓએ બેબીકેર રૂમ પણ ખાસ બનાવ્યો છે. જયાં નાના બાળકોને ફીડીંગ વિ. કરાવી શકશે. નાના પારણા, ગરમ દુધ પણ ઉપલબ્ધ હશે.કંપનીઓ અહી લોકોને રોજ બરોજની વપરાશના ઉત્પાદનોનાં હેમ્પર પેક મળશે ગંગાજળ લઈ જવા ખાસ કમંડળ આકારનાં પ્લાસ્ટીક વાસણ મળશે.
આઈટીસી તેની બિંગો યપ્પીનુડલ્સ અહી વેચશે પાર્કીંગમાં પણ અતિ આધુનિક સુવિધા છે અને તમારૂ વાહન ફકત 2 મીનીટમાં જ મળી જાય તે નિશ્ર્ચિત કરાશે. 25 લાખ જેટલા વાહનો પાર્ક થાય તેવા ગેરેજ વિ.ની સુવિધા કંપનીઓ ઉભી કરશે. ઉપરાંત ઈવી ચાર્જીંગ સ્ટેશન પણ ઉભા થયા છે.