ફ્રાન્સમાં બુધવારે એક મોટો રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો , વિરોધ પક્ષોના સાંસદોએ ફ્રાન્સની મિશેલ બાર્નિયર સરકારને ઉથલાવી દીધી
યુરોપિયન યુનિયનની બીજી સૌથી મોટી આર્થિક શક્તિ ફ્રાન્સમાં રાજકીય સંકટ વધુ ઘેરી બન્યું છે. અવિશ્વાસનો મત હારી જતાં ફ્રાંસની સરકાર પડી ગઈ છે

ફ્રાન્સમાં બુધવારે એક મોટો રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો હતો. વિરોધ પક્ષોના સાંસદોએ ફ્રાન્સની મિશેલ બાર્નિયર સરકારને ઉથલાવી દીધી હતી. આ સાથે યુરોપિયન યુનિયનની બીજી સૌથી મોટી આર્થિક શક્તિ ફ્રાન્સમાં રાજકીય સંકટ વધુ ઘેરી બન્યું છે. અવિશ્વાસનો મત હારી જતાં ફ્રાંસની સરકાર પડી ગઈ છે. ફ્રાન્સના છેલ્લા 60 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ સરકારને આ રીતે હટાવવામાં આવી હોય. નોંધનીય છે કે ડાબેરી NFP ગઠબંધન દ્વારા રજૂ કરવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં કુલ 331 સાંસદોએ મતદાન કર્યું હતું. જ્યારે સરકારને તોડવા માટે માત્ર 288 વોટની જરૂર હતી.
નોંધનીય છે કે બાર્નિયરની સરકાર માત્ર ત્રણ મહિના જ ચાલી શકી હતી. અવિશ્વાસનો પ્રસ્તાવ હારી ગયા પછી બાર્નિયરે હવે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને પોતાનું રાજીનામું સુપરત કરવું પડશે.
નોંધનીય છે કે ફ્રાન્સમાં જૂલાઈમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કોઈપણ પક્ષને બહુમતી મળી નથી. આ પછી, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સપ્ટેમ્બરમાં મિશેલ બાર્નિયરના નેતૃત્વમાં સરકારની જાહેરાત કરી હતી. જે બાદ 73 વર્ષીય બાર્નિયર સરકાર ચલાવી રહ્યા હતા.