બ્રેકીંગ ન્યુઝ

ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઓપરેશનનો મામલે ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા , 3842 ઓપરેશનમાંથી 112 દર્દીઓના મોત

ડો.સંજય પટોળીયાની પૂછપરછમાં તેના ખ્યાતિ હોસ્પિટલમાં ચાલતા ગોરખ ધંધા ઉપર થી પડદો ઉઠાવ્યો છે. નાણાકીય ભંડોળને અલગ અલગ દર્શાવી ૧.૫૦ કરોડની ખોટ દર્શાવી છે

ડો.સંજય પટોળીયાની પૂછપરછમાં તેના ખ્યાતિ હોસ્પિટલમાં ચાલતા ગોરખ ધંધા ઉપર થી પડદો ઉઠાવ્યો છે. નાણાકીય ભંડોળને અલગ અલગ દર્શાવી ૧.૫૦ કરોડની ખોટ દર્શાવી છે ,

 

ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઓપરેશનનો મામલે ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. ડો.સંજય પટોળીયાની પૂછપરછમાં તેના ખ્યાતિ હોસ્પિટલમાં ચાલતા ગોરખ ધંધા ઉપર થી પડદો ઉઠાવ્યો છે. નાણાકીય ભંડોળને અલગ અલગ દર્શાવી ૧.૫૦ કરોડની ખોટ દર્શાવી છે. ત્રણ વર્ષના ખ્યાતિ હોસ્પિટલમાં ૮૫૩૪ દર્દીઓ સારવાર માટે આવ્યા છે. જેમાંથી ૩૮૪૨ દર્દીઓએ વિવિધ સરકારી યોજના હેઠળ સારવાર કરાવી છે. ક્રાઇમબ્રાંચના એસીપી ભરત પટેલે જણાવ્યું કે, હોસ્પિટલના સ્ટાફે પીએમજેએવાય યોજનાનો દુરુપયોગ કરીને માત્ર નાણાં કમાવવાનો પ્રયાસ કર્યો હતો.

ડો. સંજય પટોડીયાને પૂછપરછ દરમિયાન પ્રાથમિક માહિતી અનુસાર ઓડિટ રિપોર્ટમાં ચેડા કરવામાં આવ્યા છે. નાણાકીય ભંડોળને અલગ અલગ દર્શાવી ૧.૫૦ કરોડની ખોટ દર્શાવી છે. ઓડિટ રિપોર્ટમાં ગોટાળો કરી આર્થિક લાભો મેળવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષના ખ્યાતિ હોસ્પિટલમાં ૮૫૩૪ દર્દીઓ સારવાર માટે આવ્યા છે. જેમાંથી ૩૮૪૨ દર્દીઓએ વિવિધ સરકારી યોજના હેઠળ સારવાર કરાવી છે. અત્યાર સુધી હોસ્પિટલ્સમાં ૧૧૨ દર્દીઓના મોત નીપજ્યા છે. ખ્યાતિની તપાસ માટે મેડિકલ એક્સપર્ટની સલાહ લેવામાં આવશે.

pmjay માં ટેન્ડર પ્રક્રિયાથી વીમા કંપની નક્કી કરવામાં આવતી હોય છે. આ વર્ષે બજાજ એલિયન્સ કંપની વીમાની પ્રક્રિયા કરતી હતી. pmjay અને બજાજનાં કર્મચારીઓની તપાસ ચાલી રહી છે. pmjay યોજનાનો ગેરલાભ કેટલા લોકોએ લીધો છે તેની પણ તપાસ કરવામાં આવશે. pmjay યોજના નો લાભ લેનાર દર્દીના ક્લેઈમ બજાજ દ્વારા પાસ કરવામાં આવે છે.

આ કેસમાં હજુ ઘણા સવાલોના જવાબ મળવાના બાકી છે. જેમ કે, શું આ કેસમાં અન્ય કોઈ સંસ્થાઓ સંડોવાયેલી છે? આ કેસમાં શિક્ષિત વર્ગના લોકો સામેલ હોવાથી શું આવા કૌભાંડોને રોકવા માટે કોઈ કડક કાયદાની જરૂર છે? આવા અનેક સવાલોના જવાબો મળવાની રાહ જોવાઈ રહી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button