શેરબજારમાં પૈસા ઈનવેસ્ટ કરતા લોકો માટે શાનદાર મોકો , વધુ એક કંપની આઈપીઓ લોન્ચ કરવા જઈ રહ્યો છે જેનું કદ 8000 કરોડ રૂપિયા છે ,
વિશાલ મેગા માર્ટનો IPO 11મી ડિસેમ્બરે ખુલશે, જેની અંતિમ તારીખ 13મી ડિસેમ્બર છે.
શેરબજારમાં ઈનવેસ્ટ કરતા લોકો માટે વધુ એક શાનદાર મોકો આવી રહ્યો છે. વધુ એક આઈપીઓ લોન્ચ કરવા જઈ રહી છે, જેનું કદ 8 હજાર કરોડ રૂપિયા છે. વિશાલ મેગા માર્ટનો IPO 11મી ડિસેમ્બરે ખુલશે, જેની અંતિમ તારીખ 13મી ડિસેમ્બર છે. જો તમે ઓછા રોકાણમાં વધુ નફો મેળવવા માંગતા હોવ તો વિશાલ મેગા માર્ટનો IPO તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. વિશાલ મેગા માર્ટ દ્વારા તાજેતરમાં IPOની પ્રાઇસ બેન્ડ જાહેર કરવામાં આવી છે. રોકાણકારો માટે બિડિંગ 10 ડિસેમ્બરે એક દિવસ માટે ખુલશે.
કેદરા કેપિટલ-સમર્થિત વિશાલ મેગા માર્ટે શુક્રવારે (6 ડિસેમ્બર) જણાવ્યું હતું કે રૂપિયા 8,000 કરોડના પ્રારંભિક શેર વેચાણ માટે ઇક્વિટી શેર દીઠ રૂપિયા 74-78ની કિંમત નક્કી કરી છે, જે 11 ડિસેમ્બરે બજારમાં આવશે. IPO 13 ડિસેમ્બરે બંધ થશે.
વિશાલ મેગા માર્ટના દેશભરમાં 626 સ્ટોર્સ છે, આ સાથે કંપની પાસે મોબાઈલ એપ અને વેબસાઈટ પણ છે. જેના દ્વારા ઓર્ડર આપી શકાશે. રેડસિયરના રિપોર્ટ અનુસાર, ભારતમાં રિટેલ માર્કેટનું કદ 2023 સુધીમાં રૂપિયા 68થી 72 લાખ કરોડ છે, જે 2028 સુધીમાં રૂપિયા 104થી 112 લાખ કરોડ સુધી પહોંચી શકે છે.



