જાણવા જેવું
આજે ફરીથી ઘટ્યા સોનાના ભાવ, ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર નહીં , 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 71,200 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 77,600 રૂપિયા ,
ચાંદીનો ભાવ રૂ.92,000 પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. મોટાભાગના નિષ્ણાતો માને છે કે, સોનાની કિંમત એક શ્રેણીમાં ટ્રેડ થઈ રહી છે

સોના-ચાંદીના ભાવને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આજે એટલે કે શનિવાર અને 7 ડિસેમ્બર, 2024ના રોજ સોનું સસ્તું થયું છે. ગઈકાલે શુક્રવારની સરખામણીમાં સોનાના ભાવમાં 250 રૂપિયાનો ઘટાડો થયો છે. 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 71,200 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 77,600 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહી છે.
દેશમાં એક કિલો ચાંદીનો ભાવ રૂ.92,000 પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. મોટાભાગના નિષ્ણાતો માને છે કે, સોનાની કિંમત એક શ્રેણીમાં ટ્રેડ થઈ રહી છે. આવતા વર્ષે સોનું દેશમાં સારું વળતર આપી શકે છે. વર્ષ 2025માં 10 ગ્રામ સોનાની કિંમત 90,000 રૂપિયા સુધી જઈ શકે છે. ડૉલરની મજબૂતાઈ અને બોન્ડ યીલ્ડમાં વધારાને કારણે સોનાની માંગ પર અસર પડી છે.
Poll not found