જાણવા જેવું

આધાર-અપડેટ માટેની સમય મર્યાદામાં પણ હવે ફકત ચાર દિવસ જ બાકી રહ્યા છે , 4 ડિસેમ્બર આખરી તારીખ છે તે પછી તમો આધાર અપડેટ ઓનલાઈન કરી શકશો નહી ,

ફીથી બચવા તમો તા.14 સુધીમાં આધાર અપડેટ કરાવો તે જરૂરી છે તો બીજી મુદત પીએફ એકાઉન્ટને સંબંધી છે. નવા કર્મચારીઓએ પીએફ યુએએન નંબર-15 ડિસેમ્બર સુધીમાં તેને એકટીવ કરી દેવું પડશે

ડિસેમ્બર માસ પુરો થવામાં હવે ફકત 21 દિવસ બાકી છે તો આધાર-અપડેટ માટેની સમય મર્યાદામાં પણ હવે ફકત ચાર દિવસ જ બાકી રહ્યા છે. કોઈ ફી ચુકવ્યા વગર આધાર અપડેટ કરવા માટે તા.14 ડિસેમ્બર આખરી તારીખ છે તે પછી તમો આધાર અપડેટ ઓનલાઈન કરી શકશો નહી.

આધારમાં તમો નામ, સરનામુ, જન્મતારીખ ફોટો વિ.તમામ બદલી શકો છો તેના માટે તમારે આધારના પોર્ટલ myaadhar.uidai.gov.in પર જઈને તમો તમામ માહિતી અપડેટ કરી શકો છો પણ તા.14 બાદ તમારે આધાર કેન્દ્ર પર જવાનું રહેશે અને ત્યાં રૂા.50ની ફી પણ ચુકવવી પડશે તો તમારી જો કોઈ બાયોમેટ્રીક માહિતી બદલવી હોય તો તે માટે કુલ ફી રૂા.100 ચુકવવી પડશે.

આમ ફીથી બચવા તમો તા.14 સુધીમાં આધાર અપડેટ કરાવો તે જરૂરી છે તો બીજી મુદત પીએફ એકાઉન્ટને સંબંધી છે. નવા કર્મચારીઓએ પીએફ યુએએન નંબર-15 ડિસેમ્બર સુધીમાં તેને એકટીવ કરી દેવું પડશે. આ માટે યુએએન અને બેન્ક ખાતાને આધાર સાથે લીંકઅપ કરવા પડશે. આ કામગીરી પ્રોવિડન્ટ ફંડના પોર્ટલ પર જઈને કરી શકાય છે.

તમારૂ આવકવેરા રીટર્ન એ 2023-24 માટે ભરવાનું હજુ બાકી હોય તો તા.31 ડિસેમ્બર સુધીનો સમય છે. તમો લેઈટ ફી સાથે રીટર્ન ફાઈલ કરી શકો છો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button