જાણવા જેવું

ભારતીય પાસપોર્ટનું મહત્વ વધી રહ્યું છે , 124 દેશોએ વિઝા પ્રક્રિયા સરળ કરી નાખી છે ,

વિદેશ મંત્રાલયના આંકડા અનુસાર વીતેલા 10 વર્ષોમાં ભારતીયો માટે વિઝા પ્રક્રિયા સરળ બનાવવાવાળા દેશોની સંખ્યા લગભગ બે ગણી વધી છે

દુનિયામાં ભારતીય પાસપોર્ટનું મહત્વ વધી રહ્યું છે. આનું પરિણામ એ છે કે, 124 દેશોએ વિઝા પ્રક્રિયા સરળ કરી નાખી છે. આ દેશો વિઝા મુક્ત, ઈ-વિઝા કે વિઝા ઓન અરાઈવલની સુવિધા આપી રહ્યા છે. આથી વિદેશમાં સેરસપાટાનો ગ્રાફ વધવાની આશા રખાઈ રહી છે.

વિદેશ મંત્રાલયના આંકડા અનુસાર વીતેલા 10 વર્ષોમાં ભારતીયો માટે વિઝા પ્રક્રિયા સરળ બનાવવાવાળા દેશોની સંખ્યા લગભગ બે ગણી વધી છે. 2013-14 દરમિયાન 58 દેશો આવી સુવિધા આપી રહ્યા હતા, હવે તેની સંખ્યા 124 થઈ ગઈ છે.

હાલ 58 દેશો ભારતીયોને ઈ-વિઝાની સુવિધા આપી રહ્યા છે. તેમાં રશિયા, ઓસ્ટ્રેલિયા, જાપાન, હોંગકોંગ, ઈન્ડોનેશિયા, મલેશિયા, ન્યુઝીલેન્ડ અને યુએઈ મુખ્યત્વે સામેલ છે.

26 દેશોએ વિઝામુક્ત યાત્રાની શરૂઆત કરી છે. તેમાં થાઈલેન્ડ, કઝાકીસ્તાન, ઈરાન, ભૂતાન વગેરે સામેલ છે. 40 દેશો વિઝા ઓન અરાઈવલ તેમાં ઈજીપ્ત, મોરેશિયસ, સાઉદી અરબ, કતર, ઓમાન, મંગોલિયા વગેરે દેશો છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button