ભાજપનાં મંડળોનાં પ્રમુખની વરણીની પ્રક્રિયા સ્થગિત રાખવામાં આવી સિનિયર કાર્યકરો નારાજ ,
ભાજપનાં મંડળોનાં પ્રમુખની વરણીની પ્રક્રિયા સ્થગિત રાખવામાં આવી છે. જીલ્લા તેમજ તાલુકા પ્રમુખ માટે વય મર્યાદા નક્કી કરવામાં આવતા અનેક સિનિયર કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી.

ભાજપનાં મંડળોનાં પ્રમુખની વરણીની પ્રક્રિયા હાલ સ્થગિત રાખવામાં આવી છે. તેમજ 3-4 દિવસ પછી ફરી સંગઠનની પુનઃ રચનાં પ્રક્રિયા હાથ ધરાશે. તેમજ 25 ડિસેમ્બર સુધીમાં તમામ મંડળોનાં પ્રમુખની વરણી થઈ જશે. તેમજ પ્રદેશ ભાજપ સંગઠન પર્વ 2024 નાં ચૂંટણી અધિકારીની સૂચના મળે ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવી છે. તાલુકા પ્રમુખ માટે 40 વર્ષ સુધીની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. તેમજ જીલ્લા પ્રમુખ માટે 60 વર્ષ સુધીની વય મર્યાદા પાર્ટીએ નક્કી કરી છે. વય મર્યાદા નક્કી થતા સંગઠનનાં અનેક સિનિયર કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી.
નવા સંગઠનને લઈને ભાજપ પક્ષ દ્વારા તમામ જિલ્લાઓ તાલુકા અને મંડળ કક્ષાએ નવા નિયમો પ્રમાણે શનિવાર અને રવિવારે ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ આજથી ચાર દિવસ સુધી તમામ જિલ્લાના ચૂંટણી અધિકારી અને સહ ચૂંટણી અધિકારીઓને કાર્યકર્તાઓ સાથે રૂબરૂ મુલાકાત કરી ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા યોજાવાની હતી.
પરંતુ હવે હાલમાં આ કાર્યવાહી ભાજપ સંગઠન પર્વની સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કારણ કે આવનારા દિવસોમાં નગરપાલિકાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જેથી સીમાંકનમાં પણ ફેરફાર આવશે જે અંતર્ગત આગામી દિવસોમાં 580 જેટલા મંડળની રચના કરવામાં આવશે. આ તમામ પ્રમુખોની સત્તાવાર જાહેરાત પણ થશે. જે બાબતે હાલમાં કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરીને આ સંગઠન પર્વની કામગીરી ત્રણથી ચાર દિવસ સુધી રોકવામાં આવી છે અને કેન્દ્રની મંજૂરી બાદ ફરીથી કામગીરી શરૂ કરવામાં આવશે.
25 ડિસેમ્બર પહેલા તમામ મંડળના પ્રમુખોની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે જ્યારે મળતી માહિતી પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કોઈ પ્રકારનો વાંધો નથી. પરંતુ તાલુકા અને જિલ્લાઓમાં હદમા ફેરફાર થાય તો અનેક સમસ્યા ઉદભવી શકે છે તેને લઈને જ આ નિર્ણય કરાર હોવાનું પ્રાથમિક વિગતો સામે આવી રહી છે.
ભાજપ સંગઠન પ્રક્રિયા હાલ સ્થગિત કરવામાં આવી છે. વોર્ડ પ્રમુખ અને વોર્ડ મંડળ માટેની સેન્સ પ્રક્રિયા આજે શરૂ થવાની હતી. 40 વર્ષની વયમર્યાદા સામે કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે હજુ પણ અનેક વોર્ડ અને હદમાં ફેરફાર થઈ શકે. જેથી પસંદગી મુશ્કેલ છે. આગામી 4 દિવસમાં સંગઠન પ્રક્રિયા સ્થગિત રહેશે.