સંસદ ભવન બહાર દેખાવો : રાહુલ અને પ્રિયંકા અદાણી બેગ લઇને સંસદ ભવન પહોંચ્યા ,
કેન્દ્રીય મંત્રી કિરણ રીજ્જુએ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે તૃણમુલ અને સમાજવાદી પક્ષ ગૃહ ચાલવા દેવા માંગે છે જ્યારે રાહુલ ગાંધી તમાશા સર્જીને સંસદ ચાલવા દેતા નથી ,

સંસદના શિયાળુ સત્રમાં આજે પણ વિપક્ષ અને સરકાર વચ્ચે ભારે ધાંધલ-ધમાલ સર્જાતા બંને ગૃહોનું કામકાજ મુલત્વી રાખવામાં આવ્યા હતા. આ અગાઉ સંસદ બહાર પણ કોંગ્રેસે અદાણી મુદ્દે દેખાવો કર્યા હતા અને રાહુલ તથા પ્રિયંકા ગાંધી તેમજ કોંગ્રેસના સાંસદો અદાણી બેગ લઇને સંસદ ભવન પહોંચ્યા હતા અને સુત્રો પોકાર્યા હતા. જ્યારે સંસદની અંદર પણ ફરી એક વખત સોરોસ અને અદાણી મુદ્દે ટક્કર થઇ હતી. બંને ગૃહોમાં પ્રારંભથી જ ધાંધલ-ધમાલ સર્જાતા ભાગ્યે જ કાંઇ કામકાજ થઇ શક્યું હતું.
કેન્દ્રીય મંત્રી કિરણ રીજ્જુએ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે તૃણમુલ અને સમાજવાદી પક્ષ ગૃહ ચાલવા દેવા માંગે છે જ્યારે રાહુલ ગાંધી તમાશા સર્જીને સંસદ ચાલવા દેતા નથી. તેમનો ઇસારો ગઇકાલે રાહુલ ગાંધીએ જે રીતે મોદી-અદાણીની મોક મજા ઉડાવી હતી તેના ભણી હતો. તો બીજી તરફ ભાજપના સભ્યોએ સોરોસ મુદ્દે ફરી એક વખત ધમાલ મચાવી હતી અને બંને ગૃહો મુલત્વી રહ્યા હતા.