ભાજપના સક્રિય કાર્યકર સુજીત ઉપાધ્યાયનો વીડિયો વાયરલ થયો હતો : આ વીડિયોને લઇ સુજીત ઉપાધ્યાયે ખુલાસો કર્યો ,
એ ઓરીજનલ રિવોલ્વર નહીં, રમકડાંની ગન હતી', ભાજપના વધુ એક સક્રિય કાર્યકરનો વીડિયો વાયરલ, જાણો વિવાદ

સુરતમાં ભાજપના વધુ 1 સક્રિય કાર્યકરનું વિડીયો વાયરલ મામલે ખુલાસો સામે આવ્યો છે. જેમાં ડીંડોલી વિસ્તારના ભાજપના સક્રિય કાર્યકરનો વીડિયો વાયરલ થતા તેણે ખુલાસો કર્યો હતો. જેમાં વીડિયોને લઇને સુજીત ઉપાધ્યાયે વિડીયો જૂનો હોવાનું રટણ કર્યું હતું. ઉપરાંત તેણે જણાવ્યું છે કે મુંબઈ ખાતે શુટિંગ વખતની રીલ છે. જેમાં ઓરીજનલ રિવોલ્વર નહીં પણ રમકડાંની ગન હોવાનું તેણે જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે આ વીડિયોમાં તે હાથમાં રિવોલ્વર પકડીને 1 ડાન્સર સાથે ડાન્સ કરી રહ્યા છે.
સુરતમાં ભાજપના કાર્યકરોના એક પછી એક વિવાદ સામે આવી રહ્યા છે. જેમાં સુજીત ઉપાધ્યાય સુરત શિક્ષણ સમિતિના સભ્ય શુભમ ઉપાધ્યાયનો ભાઈ છે. ત્યારે ડીંડોલીમાં ઉમેશ તિવારીનું ફાયરિંગ બાદ વધુ 1 વિડીયો વાયરલ થતા ચર્ચાએ માથું ઉચક્યું હતું. જોકે સુજીત ઉપાધ્યાયના વીડિયો મામલે પોલીસ નિવેદન પણ નોંધ્યું હતું.
તાજેતરમાં સુરતમાં ડિંડોલી લગ્નમાં ફાયરિંગ મામલો સામે આવ્યો હતો. જેમાં ફાયરિંગ કરનાર આરોપી ઉમેશ તિવારીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ઉમેશ તિવારી પાસે લાયસન્સ વાળી રિવોલ્વર છે. ત્યારે પોલીસે હાલ વિવિધ કલમો હેઠળ અને આમર્સ એક્ટ મુજબ ગુન્હો નોંધ્યો છે.