રાજ્યમાં પડશે કડકડતી ઠંડી, અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ ,
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં ઠંડી વધવાના આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેના અનુમાન મુજબ લગભગ એક સપ્તાહ બાદ હજુ પણ ઠંડીનું પ્રમાણ વધશે.

ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. તાપમાનનો પારો ગગડતા અને વહેતા ઠંડા પવનના કારણે સતત ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં ઠંડી વધવાના આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેના અનુમાન મુજબ લગભગ એક સપ્તાહ બાદ હજુ પણ ઠંડીનું પ્રમાણ વધશે. હજુ ભુક્કા બોલાવતી ઠંડી પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડીનું અનુમાન વ્યક્ત કર્યુ છે.મહેસાણા, બનાસકાંઠા સહિતના ભાગોમાં 9થી 1 ડિગ્રી તાપમાન રહી શકે છે. ખાસ કરીને 22 ડિસેમ્બરથી મહિનાના અંત સુધી હાડ થીજાવતી ઠંડીનું અનુમાન છે.
હાલ શીત લહેરના કારણે હાડ થીજાવતી ઠંડીમાં ગુજરાત ઠુંઠવાયું છે. નલિયામાં સીઝનનું રેકોર્ડબ્રેક પાંચ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે અમદાવાદમાં પણ છેલ્લા 2 દિવસથી ઠંડી વધી રહી છે. રાજકોટ-ડીસામાં 10 ડિગ્રી, વડોદરા, ભુજમાં 11થી 12 ડિગ્રી તાપમના નોંધાયું છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં તાપમાનના પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. નલિયા ગત રાત્રે અને દિવસે પણ ઠંડુગાર રહ્યું.
વાત દેશના બીજા રાજ્યોની કરીએ તો દિલ્હીમાં ઠંડીએ જોર પકડ્યું છે, આજે 12 ડિસેમ્બર 2024ના રોજ દિલ્હીમાં હવામાન સાફ રહેશે સવારનું લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે મહત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. મળતી માહિતી મુજબ, દિવસભર આકાશ સ્વચ્છ રહેશે, જેના કારણે સૂર્યપ્રકાશનો આનંદ માણી શકાશે.
જો કે, સવારે અને રાત્રે ઠંડી વધુ અનુભવાશે, તેથી બહાર જતી વખતે ગરમ કપડાં પહેરવાની સલાહ આપવામાં આવશે. આવી સ્થિતિમાં, દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 315 છે, જે ‘ખૂબ જ નબળી’ શ્રેણીમાં આવે છે. તેથી, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને બહાર કામ કરતી વખતે સાવચેત રહેવાની ચેતવણી આપવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ માટે કોલ્ડ વેવ એલર્ટ જાહેર કર્યું છે કારણ કે લઘુત્તમ તાપમાન 4.8 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે.
હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને એલર્ટ પણ આપવામાં આવ્યું છે. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોમાં વરસાદ પડ્યો હતો જેના કારણે ઠંડી પણ વધી છે. આ સિવાય હવામાં ભેજનું સ્તર 19%ની આસપાસ રહેશે જેના કારણે વાતાવરણ શુષ્ક રહેશે. એકંદરે, આજનો દિવસ તડકો રહેશે, પરંતુ ઠંડા પવનોને કારણે તાપમાન નીચું રહેશે. સ્વાસ્થ્યને લઈને ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે, હવાની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને, બહાર નીકળતી વખતે માસ્ક પહેરવાની અને ગરમ કપડાંનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.