ભારત

ભારતીય રિઝર્વ બેન્કને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ;ગુરુવારે (12 ડિસેમ્બર 2024) બપોરે ધમકીભર્યો ઈ-મેલ આવ્યો હતો ,

આ ઈમેલ રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો હતો અને તેમાં રિઝર્વ બેન્કને ઉડાડવાની વાત કરવામાં આવી હતી.

ભારતીય રિઝર્વ બેન્કને બોમ્બની ધમકી મળી હતી. ભારતીય રિઝર્વ બેન્કની સત્તાવાર વેબસાઇટ પર ગુરુવારે (12 ડિસેમ્બર 2024) બપોરે ધમકીભર્યો ઈ-મેલ આવ્યો હતો. આ ઈમેલ રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો હતો અને તેમાં રિઝર્વ બેન્કને ઉડાડવાની વાત કરવામાં આવી હતી. આ મામલે માતા રમાબાઈ માર્ગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

આ ઇમેલ રશિયન ભાષામાં હોવાથી એજન્સીઓ વધુ સતર્ક થઈ ગઈ છે. કોઈએ જાણીજોઈને હેરાન કરવાના ઈરાદાથી ઇમેલ મોકલ્યો છે કે કેમ તે પણ તપાસવામાં આવી રહ્યું છે. કોઈએ VPN દ્વારા ઇમેલ મોકલ્યો નથી તેથી IP એડ્રેસ ટ્રેસ કરવામાં આવી રહ્યું છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ પણ સામેલ છે અને નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવી રહી છે. ધમકી મળ્યા બાદ આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી.

ગયા મહિને પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જ્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના કસ્ટમર કેર નંબર પર કોલ આવ્યો હતો અને એક વ્યક્તિએ પોતાની ઓળખ લશ્કર-એ-તૌયબાના સીઈઓ તરીકે આપી હતી. તેણે સેન્ટ્રલ બેન્કને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી.

છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં વિમાનો અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાના ઘણા ધમકીભર્યા કોલ અને ઇમેલ આવી રહ્યા છે. આજે એટલે કે 13મી ડિસેમ્બરે દિલ્હીની ત્રણ શાળાઓને બોમ્બની ધમકીનો ઇમેલ મળ્યો હતો, જેના પછી વિવિધ એજન્સીઓએ શાળાના પરિસરમાં સર્ચ કરવાનું શરૂ કર્યું હતું. શાળા પ્રશાસને વાલીઓને મેસેજ મોકલીને વિનંતી કરી હતી કે તેઓ તેમના બાળકોને શાળાએ ન મોકલે. અગાઉ 9 ડિસેમ્બર, 2024ના રોજ દિલ્હીની ઓછામાં ઓછી 44 શાળાઓને સમાન ઇમેઇલ્સ મળ્યા હતા. તપાસ બાદ પોલીસે આ ધમકીઓને અફવા ગણાવી હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button